Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

આર. અશ્વિનને કોરોના : ઈંગ્‍લેન્‍ડ સામેની ટેસ્‍ટમાંથી લગભગ બહાર : હાલ કવોરન્‍ટાઈનમાં

નવી દિલ્‍હી : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્‍ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિનને પણ કોરોનાનો ચેપ લાગ્‍યો છે. જેના કારણે તે ઈંગ્‍લેન્‍ડની ફ્‌લાઈટ પકડી શકયો ન હતો અને તેને ક્‍વોરેન્‍ટાઈન પીરિયડમાં રાખવામાં આવ્‍યો હતો,
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્‍યા અનુસાર રવિચંદ્રન અશ્વિન ઈંગ્‍લેન્‍ડ માટે રવાના થયા નથી કારણ કે તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્‍યું છે.  જોકે, તેણે આશા વ્‍યક્‍ત કરી કે તે જલ્‍દી સ્‍વસ્‍થ થઈ જશે અને સમય પહેલા ઈંગ્‍લેન્‍ડ પહોંચી જશે.  ભારતે ઈંગ્‍લેન્‍ડ સામે ૧ થી ૫ જુલાઈ દરમિયાન ટેસ્‍ટ મેચ રમવાની છે.  આવી સ્‍થિતિમાં, આશા છે કે તે આ પહેલા ત્‍યાં પહોંચી જશે.  જોકે, તે પ્રેક્‍ટિસ મેચ માટે ઉપલબ્‍ધ નહીં હોય.
કેપ્‍ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્‍મદ શમી, મોહમ્‍મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને અન્‍ય ખેલાડીઓ ઈંગ્‍લેન્‍ડ પહોંચી ચૂકયા છે.  જોકે, કેએલ રાહુલ ઈજાને કારણે ઈંગ્‍લેન્‍ડ સામેની ટેસ્‍ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.
જો કે, તે લિસેસ્‍ટરશાયર સામેની પ્રેક્‍ટિસ મેચ રમી શકશે નહિં. ટેસ્‍ટ ટીમના મોટાભાગના સભ્‍યો પહેલેથી જ લેસ્‍ટરમાં છે.  આ ખેલાડીઓએ બોલિંગ કોચ પારસ મ્‍હામ્‍બ્રે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડની દેખરેખ હેઠળ તાલીમ પણ શરૂ કરી દીધી છે.

 

(11:04 am IST)