Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કાર્તિકની કેપ્‍ટન ઇલેવન

૩૭ વર્ષીય આ ક્રિકેટર દ્રવિડ, સહેવાગ, ધોની, રૈના ,ગાંગુલી સહિતના કેપ્‍ટનશીપ હેઠળ રમી ચૂકયો છે

નવી દિલ્‍હી :  હાર્દિક પંડયાની કેપ્‍ટન તરીકે     આ પહેલી જ સિરીઝ હશે, પરંતુ  કાર્તિક માટે હાર્દિક ૧૧મો સુકાની કહેવાશે. કાર્તિકની ઇન્‍ટરનેશનલ કરીઅર સપ્‍ટેમ્‍બર ૨૦૦૪માં શરૂ થઇ હતી. ત્‍યારે તે લોર્ડ્‍સમાં ઇંગ્‍લેન્‍ડ સામેની વન-ડે રમ્‍યો હતો. તેણે ત્રણ મહિના પછી ટેસ્‍ટ કારકિદી ર્ નવેમ્‍બર ૨૦૦૪માં વાનખેડેમાં ઓસ્‍ટ્રેલીયા સામેની મેચથી શરૂ કરી હતી. અને ૨૦૦૬માં તે પહેલી ટી૨૦ જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકામા રમ્‍યો હતો અને ભારતની એ પહેલી જ ટી૨૦ માં  મેન ઓફ ધ મેચ બન્‍યો હતો.
૩૭ વર્ષના કાર્તિક ૧૮ વર્ષની લાંબી કારકિર્દીમાં ૧૦ કેપ્‍ટનની કેપ્‍ટન્‍સી હેઠળ  રમ્‍યો છે. એમાં સૌરભ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીરેન્‍દર સેહવાગ, અનિલ કુંબલે , મહેન્‍દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રેના,રોહિત શર્મા,અજિંકય રહાણે અને રિષભ પંતનો સમાવેશ છે.

 

(4:09 pm IST)