Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

હારી બાજી કો જીતના હમે આતા હૈ...

ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત હતી, પણ આઠમાં નંબરે આવીને દીપક કમાલ કરી, ભુવનેશ્વરનો પણ સપોર્ટ : સીરિઝ પર કબ્જો : હવે ૨૩મીએ છેલ્લો મુકાબલો

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાએ વન ડે સિરીઝમાં ૩ વિકેટથી રોમાંચક જીત મેળવી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. બીજી મેચમાં ઈંડિયાને શ્રીલંકાએ ૨૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. શિખર ધવનની ટીમે ૫ બોલમાં પહેલા લક્ષ્?ય -ાપ્ત કરી લીધો હતો. એક સમયે ટીમ ઈન્ડિયાએ ૧૯૩ રન રન પર ૭ વિકેટ ખોઈ દીધી હતી. તેમ છતાં પણ ટીમને જીત મળી. સૂર્યકુમાર યાદવે પહેલા ૫૩ રન બનાવ્યા, બાદમાં દીપક ચાહરે નોટઆઉટ રહીને ૬૯ રન બનાવ્યા. અને ટીમને સીરિઝ અપાવી. ટીમે આ ટાર્ગેટને ૪૯.૧ ઓવરમાં મેળવી લીધો હતો. હવે અંતિમ મેચ ૨૩ જૂલાઈએ રમાશે.

કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં પહેલા ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૨૭૫ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ચરિથ અસલાન્કા અને અવિશ્કા ફર્નાન્ડોએ ફિફ્ટી કરી હતી.

દીપકે રનચેઝ દરમિયાન પહેલી આંતરરાષ્ટ્રીય હાફ સેન્ચૂરી મારી હતી. તેણે ૮૨ બોલમાં અણનમ ૬૯ રન બનાવીને ઈનિંગ સંભાળી હતી. બીજી તરફ ભુવનેશ્વર કુમારે પણ એક છેડેથી વિકેટ પડતી અટકાવીને દીપકને સાથ આપ્યો હતો.

ભારત તરફથી દિપક ચહરે અણનમ ૬૯ અને સૂર્યકુમાર યાદવે ૫૩ રન બનાવ્યા. તેમના સિવાય મનિષ પાંડેએ ૩૭ અને કૃણાલ પંડ્યાએ ૩૫ રનનું યોગદાન આપ્યું હતું.

(11:44 am IST)