Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સોફટબોલ રમત સાથે ટોકયો ઓલિમ્પિકનો પ્રારંભ : જાપાને ઓસ્ટ્રેલિયાને ૮-૧થી હરાવ્યુ

સોફટબોલ, ફૂટબોલ અને બેસબોલની રમત આજથી શરૂ

ટોકયો : કોરોના વાયરસ મહામારીના કારણે એક વર્ષનો વિલંબ અને સતત રદ્દ કરવાના દબાવ વચ્ચે ટોક્યો ઑલિમ્પિક ૨૦૨૦નો આગાઝ થઇ ગયો છે. જાપાનની રાજધાનીમાં થઇ રહેલી ૩૨મી ઓલિમ્પિક રમતની શરૂઆત આજે સવારે મહિલાઓની સોફ્ટબૉલ ઇવેન્ટથી થઇ જ્યાં પહેલો મુકાબલો મેજબાન જાપાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થયો હતો. જેમાં જાપાને ઓસ્ટ્રેલિયાને ૮-૧થી હરાવી જીતની શરૂઆત કરી હતી.

આમ તો ઓલિમ્પિકની વિધિવત શરુઆત ૨૩ જુલાઇએ થવાની છે પણ એ જાણીને થોડુ આ?ર્ય લાગશે પણ દરેક ઓલિમ્પિકમાં કેટલીક રમતોની શરુઆત ઉદ્ઘાટન પહેલા જ થઇ જાય છે. ૨૩ જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦નું ઉદ્ધાટન છે પરંતુ તે પહેલા ફુકુશિમામાં સોફ્ટબૉલ ઇવેન્ટ શરુ થઇ ગઇ . એ સિવાય ફુટબૉલ અને બેસબૉલ મેચની શરુઆત આજે જ થઇ જશે. બેસબૉલને પણ આ વખતે રમતમાં સામેલ કરવામાં આવ્યુ છે.

(3:22 pm IST)