Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ઇન્ડિયન પ્રીમિયર લીગ: રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને બનાવ્યો કેપ્ટન

 નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી આવૃત્તિ માટે રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને ટીમના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથને મુક્ત કરી દીધો છે, જેણે અગાઉની આવૃત્તિમાં ટીમની કમાન સંભાળી હતી. રાજસ્થાન દ્વારા સ્મિથ સિવાય અંકિત રાજપૂત, ઓશેને થોમસ, આકાશ સિંઘ, વરૂણ એરોન, ટોમ કરન, અનિરુધ જોશી અને શશાંક સિંહને મુક્ત કરાયા છે. રાજસ્થાનમાં સિવાય સંજુ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાતીયા, મહિપાલ લોમર, કાર્તિક ત્યાગી, એન્ડ્ર્યૂ ટાઇ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા અને રોબિન ઉથપ્પાને જાળવી રાખવામાં આવ્યા છે.

(5:33 pm IST)
  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST