Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

લખનૌએ રાહુલ, સ્‍ટોઈનીસ, રવિ બિશ્‍નોઈને તો અમદાવાદે હાર્દિક, ગિલ અને રાશીદખાનને ખરીદયો

અમદાવાદ અને લખનૌએ હરાજી અગાઉ ૩- ૩ખેલાડીઓ ખરીદયાની જાહેરાત કરી

નવીદિલ્‍હીઃ   આઈપીએલ ૨૦૨૨ની મેગા હરાજી પહેલા, બે નવી ટીમો લખનૌ અને અમદાવાદે તેમના ડ્રાફ્‌ટ્‍સ જાહેર કર્યા છે.  બંને ટીમોએ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે.

લખનૌએ કેએલ રાહુલને ૧૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.  તેને ટીમની કપ્તાની પણ મળશે.  આ સાથે કેએલ રાહુલ આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક બની ગયો છે. 

 લખનૌએ માર્કસ સ્‍ટોઈનિસને ૯.૨ કરોડમાં અને રવિ બિ‘ોઈને ૪ કરોડમાં ખરીદ્યા છે.  લખનૌની ટીમે ૩૦.૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  તેની પાસે બાકીના ખેલાડીઓને ખરીદવા માટે ૫૮ કરોડ રૂપિયા બાકી છે. જયારે હાર્દિક પંડ્‍યાને અમદાવાદે ૧૫ કરોડમાં ખરીદ્યો છે.  તેને કેપ્‍ટન પણ બનાવવામાં આવ્‍યો છે.  આ સાથે રાશિદ ખાનને ૧૫ રૂપિયામાં અને શુભમન ગિલને ૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.  અમદાવાદમાં અત્‍યાર સુધીમાં રૂ. ૩૮ કરોડનો ખર્ચ થયો છે.  તેની પાસે હવે બાકીના ખેલાડીઓને ખરીદવા માટે ૫૨ કરોડ બાકી છે.

(4:03 pm IST)