Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

સચિનના ફેન સુધીર ચૌધરીને પોલીસે માર માર્યોઃ ફરિયાદ

નવીદિલ્‍હીઃ સચિન તેન્‍ડુલકરના ડાઈ- હાર્ડ ફેન તરીકે જાણીતા સુધીર ચૌધરીની મુઝફફરપુરના પોલીસ સ્‍ટેશનમાં પોલીસ અધિકારીએ મારપીટ કરી હોવાનું મનાય છે.સુધીરે કહયું હતું કે મારા ભાઈને લોકઅપમાં બંધ કર્યો હોવાની જાણ થતાં હું પોલીસ સ્‍ટેશન ગયો હતો અને લોક-અપમાં ઊભેલા મારા ભાઈ સાથે વાતચીત કરી રહયો હતો. ત્‍યારે ડયુટી પરના એક અધિકારીએ મને ગાળ આપી હતી અને મને માર માર્યો હતો. મેં તેના ઉપરીને ફરિયાદ કરી છે જેઓ તપાસ કરશે.

(4:04 pm IST)