Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

અમદાવાદની ટીમના નવા કેપ્‍ટને ટીમના માલિક ટીમ મેનેજમેન્‍ટનો આભાર માન્‍યો

નવી સફરની શરૂઆતને લઈ ખૂબ જ ઉત્‍સુક છું, મળીએ જલ્‍દીઃ હાર્દિક પંડયા

 

 

નવીદિલ્‍હીઃ હાર્દિક પંડ્‍યાને આઈપીએલમાં અમદાવાદ ટીમનો કેપ્‍ટન બનાવ્‍યો છે. આજે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્‍ટ કરીને હાર્દિક પંડ્‍યાએ પોતાની લાગણીને વ્‍યક્‍ત કરી હતી.હાર્દિક પંડ્‍યાએ કહ્યું હતું કે નવી આઈપીએલની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્‍સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્‍ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્‍ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્‍ટ પ્રદર્શન કરીને બતાવશે. રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્‍વાગત કરૂં છું. આ બન્‍ને ખેલાડીને હું ઓળખું છું અને બન્‍નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્‍ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. મળીએ જલદી.

(4:07 pm IST)