Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

આઇપીઍલ મેચમાં સુરેશ રૈના પગે લાગ્યો તો હરભજનસિંહ મેદાનમાં બેસી ગયો બાદમાં રૈનાને ગળે લગાડ્યો

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે બુધવારે રમાયેલી મેચ પહેલા એક રસપ્રદ ઘટના જોવા મળી. હકીકતમાં મેચ પહેલા જ્યારે ચેન્નઈ અને કોલકત્તાની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી. તો મેદાનમાં આવીને સુરેશ રૈના હરભજન સિંહને પગે લાગ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સુરેશ રૈના જેવો ભજ્જીને પગે લાગ્યો તો હરભજન મેદાન પર બેસી ગયો. પછી ભજ્જી ઉભો થયો અને રૈનાને ગળે લગાવ્યો. આ બન્ને દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે થયેલી આ રસપ્રદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઇરફાન પઠાણે કહી આ વાત

હરભજન સિંહ માટે સુરેશ રૈનામાં આવો આદરભાવ જોઈને પૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે કહ્યુ કે, આ ખુબ શાનદાર છે. જ્યારે તમે આટલા વર્ષ એક સાથે રમો છો, વિશ્વ કપ જીત્યો છો તો પ્રેમ રહે છે. ભજ્જી પરંતુ રૈનાથી વધુ સીનિયર નથી, બન્ને સાથે ટીમમાં હતા, પરંતુ આ એક સારી મોમેન્ટ છે. આ સન્માન આપવાની એક રીત છે.

ચેન્નઈ માટે રમી ચુક્યો છે હરભજન

મહત્વનું છે કે આ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે ભજ્જીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો હતો. સુરેશ રૈના આ મેચમાં ચેન્નઈ માટે રમી રહ્યો હતો. કોલકત્તાએ બુધવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સામે 18 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે હરભજન સિંહ આ પહેલા આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી ચુક્યો છે.

(4:32 pm IST)
  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • રાજકોટમાં ૩ નવી હોસ્પિટલો શરૂ થવા આડે ઓકિસજનનું ગ્રહણઃ હમણાં શરૂ નહીં થાય : રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે ૩ ખાનગી હોસ્પિટલો શરૂ થવાની હતી પરંતુ ઓકિસજનની અછતના પરિણામે આ હોસ્પિટલો શરૂ થઇ શકી નથીઃ ઓકિસજનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ થયે આ હોસ્પિટલો શરૂ થશે તેવું જાણવા મળે છે access_time 4:02 pm IST

  • કલેકટરની અપીલ : હળવા લક્ષણ ધરાવતા લોકો રેમડેસીવીર ઈન્જેકશનનો આગ્રહ ન રાખે : રાજકોટના ડોકટરો પણ ખોટુ દબાણ ન લઈ આવે : એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય એટલે ગભરાવવાની જરૂર નથી : ખોટી રીતે ઈન્જેકશન ન મેળવે : ડોકટરો પણ લોકોના દબાણથી થાકીને ઈન્જેકશન લખી આપે છે : રાજકોટમાં ફેબી ફલુ ટેબ્લેટનો પૂરતો સ્ટોક છે : સિવિલમાં ઓકિસજન જરૂરીયાતવાળા ૨૫૦ જેટલા ગંભીર દર્દીઓ છે : પગાર વધારા થયા બાદ ડોકટરો અને સ્ટાફ વધવા માંડ્યો છે : ૨ થી ૩ દિવસમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ટેલી મેડીશ્યન અને ટેલી મેન્ટરી સેવા પણ ચાલુ થઈ જશે : રાજકોટમાં ઓકિસજનની અછત છે પણ અમે મગાવી રહ્યા છીએ : કેન્સર કોવિડ હોસ્પિટલમાં ૨૦ બેડ વેન્ટીલેટર વાળા ચાલુ થઈ ગયા છે : સિવિલ બેડ કૌભાંડમાં પોલીસ તપાસ કરી રહી છે : જે કોઈ જવાબદાર હશે એને અમે નહિં મૂકીએ : કલેકટર રેમ્યા મોહનની પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત access_time 12:42 pm IST