Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ઓસ્‍ટ્રેલીયામાં રમાનાર ટી-૨૦ વર્લ્‍ડકપમાં હર્ષલ પટેલ ટ્રમ્‍પકાડ ર્સાબિત થશેઃ ગાવસ્‍કર

૩૧ વર્ષીય બોલર ફુલફોર્મમાં,અંતિમ ઓવરોમાં તેનો ઉપયોગ સારી રીતે કરી શકાયઃ ભુવી,બુમરાહ, શમીનો સાથ

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ દિગ્‍ગજ સુનીલ ગાવસ્‍કરનું માનવુ છે કે ઓસ્‍ટ્રેલીયામાં યોજાનાર ટી -૨૦ વર્લ્‍ડકપમા હર્ષલ પટેલ ટીમ ઇન્‍ડિયાનો ટ્રમ્‍પ કાર્ડ હશે. હાલમાં આફ્રિકા સામે તેમજ આઇપીએલમાં પર્પલ કેપ મેળવી હતી.

પટેલે જસપ્રિત બુમરાહ અને મોહમ્‍મદ શમી જેવા વરીષ્‍ઠ બોલરોની ગેરહાજરીમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. તે દક્ષિણ આફ્રિકા સામે  તાજેતરમાં સમાપ્ત થયેલ શ્રેણીઃ દરમ્‍યાન ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. ભારતીય ફાસ્‍ટ બોલર વિશે વાત કરતા ગાવસ્‍કરે કહ્યુ કે ૩૧ વર્ષીય બોલર ઓસ્‍ટ્રેલિયામા ટી-૨૦ વર્લ્‍ડકપ દરમ્‍યાન ટ્રમ્‍પ કાર્ડ હશે. તેની પાસે વિવિધતા છે અને તેનો પાવરપ્‍લે અને સ્‍લોગ ઓવરમાં ઉપયોગ કરી શકાય છે. તમારી પાસે ભુવનેશ્વર, શમી અને બુમરાહ પણ છે. એક કેપ્‍ટન તેના જેવા ખેલાડી પર નિર્ભર હોઇ શકે છે.તે પાવરપ્‍લેમાં પણ બોલિંગ કરી શકે છે. જયાં બોલરોમાં હવે પરિવર્તન આવ્‍યુ છે.

તો સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ઉગ્રમ સ્‍મિથે હર્ષલ પટેલની વધુ પ્રશંસા કરતા  કહ્યુ ‘તેની પાસે ઓલરાઉન્‍ડર બોલર તરીકેની તમામ કુશળતા છે અને તે ટીમને મોટો ફાયદો કરી શકે છે અને દબાણને સારી રીતે હેન્‍ડલ કરે છે. સારી બેટીંગ કરે છે. તે ઘરેલુ ક્રિકેટમાં  હરિયાણાની કેપ્‍ટનશીપ કરે છે.

(4:24 pm IST)