Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પાકિસ્તાનના મહાન ક્રિકેટર ઝહીર અબ્બાસ ICUમાં દાખલ

નવી દિલ્હી: પાકિસ્તાનના મહાન ક્રિકેટર ઝહીર અબ્બાસની તબિયત બગડતાં તેમને લંડનની એક હોસ્પિટલમાં સઘન સંભાળ એકમ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે ક્રિકેટ પાકિસ્તાનના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર 74 વર્ષીય પૂર્વ ક્રિકેટરને ગંભીર હાલતમાં સેન્ટ મેરી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટનને 2020 માં દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ અને ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર લિસા સ્થલેકર સાથે ICC હોલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. UAEથી લંડન ગયા બાદ અબ્બાસ કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યો હતો. તેમને થોડા દિવસો પહેલા કિડનીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બાદમાં ખબર પડી કે પૂર્વ ક્રિકેટર પણ ન્યુમોનિયાથી પીડિત હતો.અબ્બાસના ફર્સ્ટ-ક્લાસ બેટિંગના આંકડા આશ્ચર્યજનક છે, આ લિજેન્ડે 459 મેચોમાં 34,843 રન બનાવ્યા, જેમાં 108 સદી અને 158 અડધી સદીનો સમાવેશ થાય છે. નિવૃત્તિ પછી, તેણે એક ટેસ્ટ અને ત્રણ વનડેમાં ICC મેચ રેફરી તરીકે પણ સેવા આપી હતી.

(6:41 pm IST)