Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સમર્થકોએ જાતિવાદ અંગે ટીપ્પણી કરતા ફિફાએ હંગેરીયન ફુટબોલ ફેડરેશનને ૧.૬૦ કરોડનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ બુડાપેસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન હંગેરીયન સમર્થકોને વંશીય ટીપ્પણી કરતાં ફિફાએ આગામી ફૂટબોલ વર્લ્ડ કપ કવોલિફાયર મેચ દર્શકો વગર રમવાની સજા ફટકારી છે. આ સાથે, ફિફાએ  હંગેરિયન ફૂટબોલ ફેડરેશનને બે લાખ સ્વિસ ફ્રેન્ક લગભગ ૧.૬૦ કરોડ રૂપિયા) નો દંડ પણ ફટકાર્યો હતો.   ફિફાએ કહ્યું કે કેસની તમામ પરિસ્થિતિઓનું વિશ્લેષણ અને વિચારણા કર્યા બાદ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સમિતિએ નક્કી કર્યું કે (હંગેરી) તેની આગામી બે ઘરેલુ મેચ ફિફા સ્પર્ધાઓમાં દર્શકો વગર રમશે, બીજી મેચ બે વર્ષની પ્રોબેશનરી છે.  ઉલ્લેખનીય છે કે આ મેચ દરમિયાન ઘણા સમર્થકો દ્વારા જાતિવાદી દુર્વ્યવહાર થયો હતો. જેમાં કાળા ખેલાડીઓ રહીમ ર્સ્ટલિંગ અને જુડ બેલિંગહામને નિશાન બનાવવામાં આવ્યા હતા.

(3:11 pm IST)