Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

આઈટીબીપીએ જીતી 10મી રાષ્ટ્રીય આઇસ હોકી સ્પર્ધા

નવી દિલ્હી: ગુલમર્ગમાં આઈસ હોકી એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈએચએઆઈ) ની 10મી રાષ્ટ્રીય આઇસ હોકી સ્પર્ધામાં ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) જીતી. આઇટીબીપીના પ્રવક્તા વિવેક પાંડેના જણાવ્યા અનુસાર આઇટીબીપીએ ફાઈનલમાં લદાખને હરાવીને આઈસ હોકી એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈએચએઆઈ) ની 10 મી રાષ્ટ્રીય આઇસ હોકી સ્પર્ધા જીતી લીધી છે. સમુદ્રની સપાટીથી 694  ફુટ ઉપર આયોજિત ગુલમર્ગ આઇસ આઇસ રિંક પર માઇનસ એક ડિગ્રી તાપમાનના વાતાવરણમાં આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ અંતિમ મેચને સેંકડો લોકોએ જોયા. આઇટીબીપી તરફથી ઉર્બિયન અને તાશીએ 2-2 ગોલ કર્યા જ્યારે ફનચુકે 1 ગોલ કર્યો. 16 થી 22 જાન્યુઆરી 2021 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં દેશની મોટી આઈ આઇસ હોકી ટીમોએ ભાગ લીધો હતો. આઈટીબીપીની એક મજબૂત આઇસ હોકી ટીમ છે, જેમાં ઘણા ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પાછલા વર્ષોમાં દળની આ ટીમે વર્ષ 2019 માં રાષ્ટ્રીય આઇસ હોકી સ્પર્ધા સહિત ઘણી સ્પર્ધાઓ જીતી લીધી છે. લદ્દાખને દેશનું આઇસ હોકી કેન્દ્ર માનવામાં આવે છે. સ્થાનિક લોકો અહીં આ રમત વિશે ખૂબ ઉત્સાહિત છે.

(6:05 pm IST)
  • અમદાવાદમાં પણ સવારે ધુમ્મસભર્યું વાતાવરણઃ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી : રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સવારે ઝાળકવર્ષા જોવા મળે છે. દરમિયાન આવે વ્હેલી સવારે અમદાવાદમાં ગાઢ ધુમ્મસ જોવા મળેલ તો અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર ધુમ્મસના પગલે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. લાઇટો ચાલુ રાખી ધીમી સ્પીડે કાર ચાલકો વાહન ચલાવતા જોવા મળ્યા હતા. access_time 11:33 am IST

  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST