Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

એન્ડરસન ટેસ્ટમાં 30મી વખત 5 વિકેટ ઝડપી

 નવી દિલ્હી: ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને ટેસ્ટ કારકિર્દીમાં 30 મી વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેવાનો સિદ્ધિ હાંસલ કરી છે. એન્ડરસન શ્રીલંકા સાથે ગૌલમાં બીજી ટેસ્ટ મેચ પહેલા કારકિર્દીમાં 29 વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી ગ્લેન મેકગ્રા સાથે સંયુક્ત રીતે છઠ્ઠા ક્રમે હતો. શ્રીલંકા સાથે બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાની પ્રથમ ઇનિંગ દરમિયાન નિરોશન ડિકવેલાને આઉટ કરીને ટેસ્ટમાં 30 મી વખત પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેણે સુરંગા લકમાલને આઉટ કરીને ઇનિંગ્સમાં છઠ્ઠી વિકેટ પૂર્ણ કરી હતી. પહેલા દિવસે શ્રીલંકાની ચાર વિકેટમાંથી એન્ડરસનને ત્રણ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી બોલરોની યાદીમાં એન્ડરસન ચોથા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં 606 વિકેટ ઝડપી છે. તે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી સફળ ઝડપી બોલર છે.

(6:06 pm IST)
  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • અમદાવાદમાં પણ સવારે ધુમ્મસભર્યું વાતાવરણઃ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી : રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સવારે ઝાળકવર્ષા જોવા મળે છે. દરમિયાન આવે વ્હેલી સવારે અમદાવાદમાં ગાઢ ધુમ્મસ જોવા મળેલ તો અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર ધુમ્મસના પગલે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. લાઇટો ચાલુ રાખી ધીમી સ્પીડે કાર ચાલકો વાહન ચલાવતા જોવા મળ્યા હતા. access_time 11:33 am IST

  • દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાયરસ અતિ ભયાનકઃ એન્ટીબોડીને તોડીને ફરીથી કરે છે સંક્રમિતઃ બ્રિટનમાંથી આવેલા નવા કોરોના વાયરસ કરતા પણ વધુ ગંભીર access_time 3:39 pm IST