Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

દક્ષિણ આફ્રિકા 287 રનમાં ઓલઆઉટ: ભારતને જીત માટે 288 રનનુ લક્ષ્ય: ડી કોકએ સદી ફટકારી

શરુઆતમાં ભારતે ઝડપથી વિકેટ ઝડપ્યા બાદ ડીકોક અને ડુસૈની જોડીને તોડવી મુશ્કેલ બની

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની છેલ્લી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતના આંચકાઓ પછી, દક્ષિણ આફ્રિકાએ ઓપનર ક્વિન્ટન ડી કોકની 17મી સદીની મદદથી ટીમને પુનર્જીવિત કરી અને રાસી વાન ડેર ડુસેન સાથે સદીની ભાગીદારી કરી. દક્ષિણ આફ્રિકાએ 49.5 ઓવરમાં 287 રનમાં ઓલઆઉટ થયુ હતુ.

શરુઆતમાં જ ભારતને દિપક ચાહરે ઓપનીંગ જોડીને 8 રનના સ્કોર પર જ તીડી દીધી હતી. જ્યારે ટેમ્બા બાવુમા ને રાહુલે રન આઉટ કરી ઝડપથી પેવેલિયન મોકલતા એમ માનવમાં આવી રહ્યુ હતુ કે, દક્ષિણ આફ્રિકાને મર્યાદીત સ્કોર પર નિયંત્રીત કરી શકાશે. જોકે પરંતુ એઇડન માર્કરમની વિકેટ ઝડપ્યા બાદ ભારતીય બોલરોને વિકેટનો સીલસીલો આગળ ચલાવવો મુશ્કેલ બની ગયો હતો. વાન ડેર ડુસૈ અને ડી કોકે વિશાળ ભાગીદારી સાથે રમત રમવાને લઇને દક્ષિણ આફ્રિકાની ટીમને બાંધી રાખવી મુશ્કેલ બની ગઇ હતી. જોકે ભારતીય બોલરો હરીફ ટીમને ઓલઆઉટ કરવામાં સફળ રહ્યા હતા

વાન ડેર ડુસેન અ ડિ કોકે વિશાળ ભાગીદારી ખડકી હતી. બંનેએ 70 રનના સ્કોર થી ટીમની જવાબદારી સંભાળી હતી. જે 214 રન પર અટકી હતી. ડીકોકે 130 બોલનો સામનો કરીને 124 રન નોંધાવ્યા હતા. જ્યારે ડુસૈ એ 59 બોલમાં 52 રન ફટકાર્યા હતા. ડેવિડ મિલરે 39 રન અને પ્રેટોરિયસે 20 રન નોંધાવ્યા હતા. જોકે બાદમાં કેશવ મહારાજ (6), સિસાંડા માગ્લા (0) ઝડપ થી વિકેટ ગુમાવી દેતા ટીમનો દાવનો અંત આવ્યો હતો.

(6:59 pm IST)