Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આપણી પાસે પ્રતિભાશાળી ક્રિકેટરોની ફૌજ, ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ ટીમની યોજના સારી

ખેલાડીઓ ટીમમાં સ્‍થિર થાય તે જરૂરીઃ કપિલ દેવ

નવી દિલ્‍હીઃ મહાન ઓલરાઉન્‍ડર કપિલ કપિલ દેવ કહે છે કે સતત વ્‍યસ્‍ત શિડ્‍યૂલ વચ્‍ચે ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્‍ટ અને અલગ અલગ ફોર્મેટના આધાર પર ખેલાડીઓની પસંદગી થવા લાગી છે. હવે સમય અને વર્તમાન સ્‍થિતી મુજબ વનડે, ટી૨૦ અને ટેસ્‍ટ એમ ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ સ્‍ક્‍વોડ જ નિશ્ચિત કરી દેવામાં આવે એવી માંગનો માહોલ સર્જાયો છે. જેનાથી ખેલાડીઓનો સારો ઉપયોગ થઈ શકે અને પરિણામ પણ સારા જોવા મળી શકે.ભારતીય ક્રિકેટમાં હાલ પ્રતિભાશાળી ક્રિકેટરોની મોટી ફૌજ ઉભી થઈ છે. આ માટેનુ મોટુ કારણ આઈપીએલ છે.

આઈપીએલ દ્વારા પ્રતિભા ધરાવતા ખેલાડીઓની શોધ થવા લાગી, દેશના ખૂણે ખૂણેથી ખેલાડીઓને શોધી પ્‍લેટફોર્મ પુરુ પાડવામાં આવ્‍યુ. આમ આઈપીએલના આગમનથી ભારતીય ક્રિકેટનો માહોલ બદલાઈ ગયો. આવામાં ખેલાડીઓનો સારો ઉપયોગ થવો જરુરી છે. ખેલાડીઓને ફોર્મેટના હિસાબથી વધારે સારી રીતે ઉપયોગમાં લેવા જોઈએ તેવી માંગ વર્તાવા લાગી છે.આ માટે હવે ત્રણેય ફોર્મેટ માટે ત્રણેય અલગ અલગ ટીમોની રચના કરવાની માંગ થવા લાગી છે. જેમાં હવે કપિલ દેવનુ પણ સમર્થન મળવા લાગ્‍યુ છે. તેઓનુ માનવુ છે કે હાલમાં સિરીઝની સંખ્‍યા પણ વધી છે અને ક્રિકેટ પણ વધ્‍યુ છે. હું માનું છું કે ભારત પાસે ત્રણ ટીમો હશે, એક વનડે, ટેસ્‍ટ અને ટી-૨૦. આ રીતે તમારી પાસે એક મોટો પૂલ (ખેલાડીઓનો) હોઈ શકે છે.ઙ્ઘબીસીસીઆઈ હવે આગામી વ્‍૨૦ વિશ્વકપ માટે અત્‍યારથી જ એક રોડમેપ બનાવી ચૂક્‍યુ છે અને તે પ્રમાણે યોજના પર કામ કરી રહ્યુ છે. જેના સંકેત હાલમાં શ્રીલંકા અને ન્‍યુઝીલેન્‍ડ સામેની શ્રેણીની સ્‍ક્‍વોડ પરથી મળી રહ્યા છે. બંને માટે જાહેર કરવામાં આવેલી વ્‍હાઈટ બોલના બે અલગ અલગ ફોર્મેટની બીસીસીઆઈએ જાહેર કરેલી સ્‍ક્‍વોડમાં તફાવત જોવા મળે છે. એકમાં સિનિયર અને યુવા મિશ્ર અને બીજામાં યુવા ખેલાડીઓને વધારે તક મળી છે. આમ બોર્ડ હવે સ્‍પેશિયાલીસ્‍ટ ખેલાડીઓને ફોર્મેટ મુજબ ઉતારી રહ્યુ છે.

 જોકે, કપિલે એવું પણ સૂચન કર્યું હતું કે ટીમમાં લાંબા સમય સુધી સ્‍થિરતા જરૂરી છે અને ખેલાડીઓ ટીમમાં સ્‍થિર થાય તે જરૂરી છે. એક સમયે એક નિશ્ચિત ટીમ હોવી પણ જરૂરી છે. તમે એક અથવા બે ખેલાડીઓ બદલી શકો છો, જે સમજી શકાય તેવું છે. પરંતુ જો તમે આગલી મેચમાં મેન ઓફ ધ મેચને ડ્રોપ કરીને બીજા કોઈને મેદાનમાં ઉતારો તો ક્રિકેટર તરીકે આપણે સમજી શકતા નથી.

(3:33 pm IST)