Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પાકિસ્તાન સામેની એશિયા કપની પ્રથમ મેચ ૧-૧થી ડ્રો

એશિયાકપ હોકીની ભારતની પ્રથમ મેચઃડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની સેકન્ડ ડિવિઝન હોકી ટીમ મેદાનમાં ઉતરી હતી, જેણે મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું

વિશ્વના નકશામાં પડોશીઓ અને રમતના મેદાનમાં કટ્ટર હરીફોઃ ભારત-પાકિસ્તાનની ટીમો આજે એશિયા કપની તેમની પ્રથમ મેચમાં સામસામે હતી. ઈન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજિત આ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાન સાથે ડ્રો રમી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની સેકન્ડ ડિવિઝન હોકી ટીમ મેદાનમાં ઉતરી હતી, જેણે સમગ્ર મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ પાકિસ્તાની ટીમે છેલ્લી ક્ષણોમાં ગોલ કર્યા બાદ મેચ ડ્રો થઈ હતી. જો કે, છેલ્લી ૧૩માંથી ૧૨ મેચમાં પાકિસ્તાનનો પરાજય થયો છે.

ભારતે પહેલા જ ક્વાર્ટરમાં એક ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી, પરંતુ અંતિમ ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં પાકિસ્તાને પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતના મોંમાંથી જીત છીનવી લીધી હતી. મેચ ૧-૧ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.

મેચની અંતિમ ક્ષણોમાં પાકિસ્તાને પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો, આ ગોલની મદદથી સ્કોર ૧-૧ થઈ ગયો. આ ગોલ ભારતને જીતથી દૂર લઈ ગયો હતો. મેચનો બીજો ક્વાર્ટર ગોલ રહિત રહ્યો. બંને ટીમોને અહીં પણ ગોલ કરવાની તક મળી હતી. ભારતે પાકિસ્તાન પર ૧-૦ની લીડ જાળવી રાખી.

 બંને ટીમોને પ્રથમ ૧૫ મિનિટમાં સમાન તકો મળી, પરંતુ કાર્તિ સિલ્વાએ પેનલ્ટી કોર્નર ડિફ્લેક્શન દ્વારા ગોલ કરીને ભારતને ૧-૦ની લીડ અપાવી. પાકિસ્તાન પછી, ભારત પૂલ છ એની બીજી મેચમાં જાપાન સામે ટકરાશે અને પછી ૨૬ મેના રોજ, ટીમ યજમાન ઇન્ડોનેશિયાનો સામનો કરશે. પૂલ બીમાં મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશ છે.

 

(8:42 pm IST)