Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

બેન્‍ગલોરના ચાહકોએ શુભમન ગિલની બહેનને કરી ટ્રોલ

નવી દિલ્‍હીઃ ગિલે રવિવારે રાતે એકલા હાથે બેન્‍ગલોરને હરાવીને પ્‍લે-ઓફથી વંચિત રાખીને પ્રથમ ટ્રોફી જીતવાનું તેમનું સપનું તોડી નાખ્‍યું હતું. બધી જ ટીમમાં સૌથી વધુ લાંયર ફેન બેઝ ધરાવતા બેન્‍ગલોરની આ હારને ખેલાડીઓ સહિત ચાહકો પણ પચાવી નહોતા શકયા.

બેન્‍ગલોરના ચાહકોએ ગિલ પરનો ગુસ્‍સો સોશ્‍યલ મીડિયા પર તેની બહેન પર કાઢયો હતો. ગુજરાતની જીત બાદ બહેન શહનીલ ગિલે ટીમને અને ભાઈને અભિનંદન આપતી એક પોસ્‍ટ શેર કરી હતી. એના જવાબમાં બેન્‍ગલોરના ચાહકો અત્‍યંત ખરાબ ભાષાનો ઉપયોગ કરીને તેના પર તૂટી પડ્‍યા હતા. જોકે એના જવાબમાં ગિલના અને ખરા કિકેટ પ્રેમીઓ તેના બચાવમાં આગળ આવ્‍યા હતા અને એ બધાને ઝાટકી નાખ્‍યા હતા.

(5:14 pm IST)