Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ICC મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરની યજમાની કરશે યુગાન્ડા

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ICC મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડની યજમાની માટે યુગાન્ડાની પસંદગી કરી છે. યુગાન્ડા ક્રિકેટ એસોસિએશન (યુસીએ)ના ચીફ એક્ઝિક્યુટિવ એલન મુગુમેએ સિન્હુઆ ન્યૂઝ એજન્સીને આ નિર્ણયની પુષ્ટિ કરી છે.રાજધાની કમ્પાલાના લુગોગો ક્રિકેટ ઓવલ ખાતે આયોજિત આ ઈવેન્ટ 7 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આઠ ટીમો ભાગ લેશે, જેમાં યજમાન યુગાન્ડા - ઝિમ્બાબ્વે, તાંઝાનિયા, રવાન્ડા, નાઇજીરીયા, નામિબિયા અને અન્ય બે ટીમ સામેલ છે.ICC અનુસાર, ટોચની બે ટીમો આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરવા માટે વૈશ્વિક ક્વોલિફાયર માટે રમશે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં યોજાશે.UCA ઓપરેશન્સ મેનેજર જોશુઆ મ્વાન્ઝાએ યુગાન્ડાને ઈવેન્ટનું આયોજન કરવાની મંજૂરી આપવા બદલ ICCનો આભાર માન્યો હતો.

(8:21 pm IST)