Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

આજે ઢગલા બંધ રન બનાવે તેવી ચાહકોની શુભેચ્છા

નબળા ફોર્મ સામે ઝઝુમી રહેલા પુજારાને ઇંગ્લેન્ડ પ્રવાસમાં યાદગાર ઇનિંગ્સ રમવાનો પડકાર

સાઉથમ્પ્ટન, તા. ર૩ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગ્સમાં ચેતેશ્વર પૂજારા ફકત ૮ રન બનાવી આઉટ થયો હતો. તેણે ૩૬માં બોલે પોતાનું ખાતું ખોલાવ્યું હતું, જે પછી તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પોતાની ધીમી શરુઆતને તે વધારે આગળ વધારી શક્યો ન હતો અને આઉટ થયો હતો.

૨૦૧૦માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પૂજારાએ ૮૫ ટેસ્ટમાં ૧૪૨ ઇનિંગ્સમાં ૬૨૪૪ રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર અણનમ ૨૦૬ રન છે. પૂજારાના નામે ૧૮ સદી અને ૨૯ અડધી સદી છે.

પૂજારા ફરી કલાસીસ ઇનિંગ રમે તે ટીમ ઇન્ડિયા માટે ખુબ જરૂરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખાસ યાદગાર ઇનિંગ્સ રમવાનો પડકાર છે. પૂજારા છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં ઝઝુમી રહ્યો છે. ઓગસ્ટ ૨૦૧૯થી તેણે ૧૭ ટેસ્ટમાં ૨૯.૨૧ની એવરેજથી ૮૧૮ રન જ બનાવ્યા છે. આ દરમિયાન તે એકપણ સદી ફટકારી શક્યો નથી. ૨૮ ઇનિંગ્સમાં તે ૯ વખત ૫૦ રન સુધી પહોંચ્યો છે. ઇંગ્લેન્ડમાં પૂજારાએ ૯ ટેસ્ટમાં ૨૯.૪૧ની એવરેજથી ૫૦૦ રન બનાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પૂજારાએ બે ફોર ફટકારી હતી. આ પછી ઘણા બોલ ડોટ રમ્યો હતો. આ દરમિયાન તે સ્ટ્રાઇક રોટેટ કરી શક્યો ન હતો.

(4:20 pm IST)