Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રવિન્દ્ર જાડેજા નંબર વન ટેસ્ટ ક્રિકેટ ઓલરાઉન્ડર

આઈસીસીએ ટેસ્ટ રેક્નિંગ જાહેર કર્યા : હોલ્ડરને પછાડી જાડેજા ટેસ્ટમાં નંબર એક ઓલરાઉન્ડર

દુબઈ, તા. ૨૩ : આઇસીસી ટેસ્ટ રેક્નિંગની જાહેરાત કરવામાં આવી છે. ભારતનો રવિન્દ્ર જાડેજા ટેસ્ટ રેક્નિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. જેસન હોલ્ડરને પછડાટ આપી જાડેજા ટેસ્ટમાં નંબર વન ઓલરાઉન્ડર બન્યો છે. જાડેજા પાસે હાલ ૩૮૬ પોઇન્ટ્સ છે, જ્યારે હોલ્ડર પાસે ૩૮૪ રેક્નિંગ પોઇન્ટ્સ છે.

આ યાદીમાં બેન સ્ટોક્સ ત્રીજા નંબરે છે. ઇંગ્લેન્ડના સ્ટોક્સ પાસે ૩૭૭ રેક્નિંગ પોઇન્ટ્સ છે. અશ્વિન ૩૫૩ પોઇન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ટેસ્ટ ઓલરાઉન્ડર રેક્નિંગમાં નંબર ૫ પર છે. આ ઉપરાંત બેટીંગ ટેસ્ટ રેક્નિંગમાં સ્ટીવ સ્મિથ પ્રથમ નંબરે છે, જ્યારે બીજા નંબરે કેન વિલિયમસન છે અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નંબર ૪ પર છે.

બોલર્સ રેક્નિંગમાં ટોપ પર પેટ કમિન્સનો કબ્જો છે. કમિન્સ પાસે ૯૦૮ પોઇન્ટ્સ છે. બીજી બાજુ, અશ્વિન ટેસ્ટ રેક્નિંગમાં બીજા નંબરે છે. અશ્વિન પાસે ૮૫૦ રેટિંગ પોઇન્ટ્સ છે. કીવીનો ઝડપી બોલર ટીમ સાઉદી ટેસ્ટ રેક્નિંગમાં નંબર ૩ પર છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન સાઉદીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. સાઉદી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૬૦૦ વિકેટ મેળવનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે.

(9:20 pm IST)