Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ટોકયો ઓલમ્પીકમાં ભાઇ-બહેનોની રપ જોડી મચાવશે ધમાલ

નવી દિલ્હી, તા., ર૩: કોરોના મહામારીના ઝળુંબતા ભય વચ્ચે અંતે ટોકયો ઓલમ્પીકનો પ્રારંભ થઇ ગયો છે. દુનિયાભરના એથ્લીટસ ટોકયો પહોંચ્યા છે. ઓલમ્પીકમાં રપ જોડી ભાઇ-બહેનો પણ મેદાનમાં છે. આ પૈકી ૬ તો જોડીયા ભાઇ-બહેન છે. રીયો ડી જીનેરીયોમાં ૩૬ ભાઇ-બહેનની જોડીઓએ પોતાની દાવેદારી  નોંધાવી હતી. બ્રીટેનની ટીફની પોર્ટર અને  સીડી સેબર બહેનો ઓપ્સ્ટ્રીકલ (બાધાદોડ) રનમાં એક-બીજાની સામે રહેશે.હોકીમાં બ્રીટેનની હેરી અને હન્ના માર્ટીન ક્રમશઃ પુરૂષ અને મહિલા ટીમના સદસ્ય છે.રોઇંગમાં એમીલી અને ભાઇ ટોમ ફોર્ડ બ્રીટન તરફથી મેદાનમાં ઉતર્યા છે. ટ્રાઇથલોનમાં ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ થોપે અને તેની બહેન આઇંસ્લે મેદાનમાં છે.

આ ઉપરાંત બોકસીંગમાં બ્રિટનના ર૬ વર્ષીય લ્યુક અને પેટ વીંગમાં ઉતરશે. પેટનો આ બીજો ઓલમ્પીક છે. જયારે લ્યુકનો પહેલો ઓલમ્પીક છે. જીમ્નાસ્ટીકમાં બ્રિટનની જ ૧પ વર્ષની જેનીફર અને જેસીકા પોતાના કરતબ દેખાડશે. જયારે નેધરલેન્ડની સામે  અને લાઇક દીદર્સ બીજી વખત ઓલમ્પીકમાં ભાગ લેશે. તરણ સ્પર્ધામાં ફ્રાન્સની લોરા અને શાર્લોટ ટ્રેબલ પહેલી વખત ઓલમ્પીકમાં ઉતરશે. સાઇકલીંગમાં બ્રીટનના ર૮ વર્ષીય એડમ્બ અને સાઇમન યૈટસ ભાઇઓની જોડી પોતાની કમાલ દર્શાવશે.

૨૦૧૬ના રિયો ઓલમ્પીકમાં ચેમ્પીયન બનેલી વોટર પોલો ટીમની સભ્ય માર્કેંજી અને આર્યા ફિશર આ ઓલમ્પીકમાં પણ પોતાનું ટાઇટલ જાળવવા મેદાનમાં છેે.

(3:49 pm IST)