Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

બોકસીંગનો ડ્રોઃ ૪ ભારતીય બોકસરોને મળ્યો બાઇ : મેરીકોમ ૨૫મીએ મીગુલીના સાથે ટકરાશે

ટોકયો, તા., ૨૩: દિગ્ગજ મહિલા બોકસર મેરીકોમનો સામનો શરૂઆતમાં રપ જુલાઇએ ડોમીનિકાની મીગુલીના હર્નાડેઝ સાથે થશે. ૭પ કિલો વર્ગમાં પુજારાની શરૂઆતના મેચમાં અલજીરીયાની ઇચરાક ચૈબના વિરૂધ્ધમાં ઉતરશે.

ગુરૂવારે બોકસીંગનો ડ્રો પડયો હતો. જેમાં ૪ ભારતીય બોકસરોને શરૂઆતી મુકાબલામાં બાઇ મળ્યો છે. મહિલા અને પુરૂષ વર્ગમાં ભારતના ૯ બોકસરો પોતાનો પડકાર રજુ કરશે. પુરૂષોમાં અમીત પંધલ (પર કિગ્રા), સતીષકુમાર (૯૧ કિગ્રા) અને લવલીના (૬૯ કિગ્રા) જયારે સિમરનજીત (૬૦ કિગ્રા)ને બાય મળ્યો છે.

(3:49 pm IST)