Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આ મેચ ઓફિશ્યલ ન હતો

તિરંદાજીમાં અતનુ દાસ, તરૂણદીપ રાય અને પ્રવિણ જાધવે નિરાશ કર્યો,પણ ટુર્નામેન્ટમાંથી બહાર થયા નથી

 ટોક્યોઃ ભારતની તિરંદાજ દીપિકા કુમારીના રાઉન્ડ બાદ ઑલિમ્પિક ૨૦૨૦ના તિરંદાજી રેંકિંગ રાઉન્ડમાં પુરુષ વ્યકિતગત રેંકિંગ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. દુનિયાભરના ટૉપ ૬૪ તિરંદાજોના આ રેંકિંગ રાઉન્ડમાં ભારતના અતનુ દાસ, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવ આગલા રાઉન્ડ માટે પોતાનુ રેંકિંગ સેટ કરવા માટે ઉતર્યા પરંતુ ત્રણેમાંથી કોઈ પ્રભાવ છોડી શક્યા નહિ.

મહિલા તિરંદાજોની જેમ પુરુષ તિરંદાજીમાં પણ દક્ષિણ કોરિયાનો જલવો છવાયેલો રહ્યો. કિમ જે ડિઓક ૬૮૮ પોઈન્ટ સાથે ટૉપ પર રહ્યા, નંબર ત્રણ અને ચાર પર પણ કોરિયાનો કબ્જો રહ્યો. વળી, ભારતના અતનુ દાસને ૬૫૩ પોઈન્ટ સાથે ૩૫માં સ્થાનથી સંતોષ કરવો પડ્યો. પ્રવીણ જાધવ ૬૫૬ પોઈન્ટ સાથે ૩૧મુ સ્થાન મેળવ્યુ અને તરુણદીપ રાયે ૬૫૨ પોઈન્ટ સાથે ૩૭મુ સ્થાન મેળવ્યુ.

  તીરંદાજ ભારતના પ્રવીણ જાધવ ૩૨૯ સ્કોર સાથે ૩૦માં નંબરે હતા. તેમની નીચે અતનુ દાસ હતા જે એટલા જ પોઈન્ટ સાથે ૩૧માં નંબરે હતા. ૪૫માં નંબરે તરુણદીપ રાયનો નંબર હતો જે ૩૨૩ જ પોઈન્ટ મેળવી શક્યા હતા. દાસે આગલા અમુક રાઉન્ડ્માં સારા શૉટ્સ બતાવ્યા અને ૨૬માં સ્થાને આવી ગયા પરંત પછી ૫૪માં રાઉન્ડ સુધી તે ફરીથી ૩૦માં સ્થાને જતા રહ્યા.

ઓલિમ્પિકમાં તીરંદાજીના રેંકિંગ મુકાબલા ઑફિશિયલ મેચ નથી હોતા કારણે આમાં કોઈ તીરંદાજ બહાર નથી થતો પરંતુ તેનુ પોતાનુ મહત્વ હોય છે કારણકે આ જ મુકાબલાથી ખેલાડીની જે રેંકિંગ બને છે તેના હિસાબે આગલા રાઉન્ડમાં તેને પોતાનો પ્રતિસ્પર્ધી મળે છે. જેમ કે દીપિકા કુમારીએ મહિલાના રાઉન્ડમાં નંબર ૯ પર સમાપ્ત કર્યુ અને હવે તેને આગલા રાઉન્ડમાં ૫૬માં સ્થાન પર જ રહેલી ભૂટાનની કર્મા સાથે મુકાબલો કરવાનો છે. નોંધનીય છે કે આગલા રાઉન્ડમાં પણ દીપિકાની જીત નક્કી જ છે.

(3:50 pm IST)