Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મારા પ્રયત્નો સ્ટ્રાઇકરેટ સુધારવાના : ધવન પાસે ફરી ઓરેન્જ કેપ

 આઈપીએલ ૨૦૨૧: આઈપીએલમાં પોતાનું સારું ફોર્મ ચાલુ રાખતા શિખર ધવને હૈદરાબાદ સામે ૪૨ રન બનાવ્યા હતા. ધવન કહે છે કે તે તેની રમતનો સંપૂર્ણ આનંદ માણી રહ્યો છે. સ્ટાર બેટ્સમેને કહ્યું કે, હું જે રીતે બોલને ટાઇમ કરી રહ્યો છું તેનો આનંદ માણી રહ્યો છું.  અમે વિકેટ પ્રમાણે અમારી યોજના બનાવી હતી.  ત્યાં જવું અને જીત નોંધાવવી અદભુત હતી.   ધવન પોતાનો સ્ટ્રાઇક રેટ સુધારવા પર કામ કરી રહ્યો છે.  તેણે કહ્યું કે, મારો પ્રયાસ સ્ટ્રાઈક રેટમાં વધુ સુધારો કરવાનો છે, કારણ કે હું ટીમ માટે સૌથી વધુ અસર ધરાવતો ખેલાડી બનવા માંગુ છું.  આ જ વસ્તુને અમલમાં મૂકવાનો પ્રયાસ છે.

 ધવને ૯ મેચમાં ૧૩૧ ની સ્ટ્રાઈક રેટ અને ૫૨ની સરેરાશથી ૪૨૨ રન બનાવ્યા છે.  જેમાં ત્રણ અર્ધસદી ફટકારી છે.  કેએલ રાહુલ ઓરેન્જ કેપ રેસમાં ૩૮૦ રન સાથે બીજા નંબરે છે.

(12:59 pm IST)