Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

આજના મેચમાં વરસાદનો ખતરો!

છેલ્લા બે દિવસથી વરસાદના લીધે પ્રેકટીશ સેશન રદ્‌ કરાયા હતા

નવી દિલ્‍હીઃભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસીએશનના મેદાનમાં રમાનાર મેચમાં  વરસાદનો ખતરો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે.
ઓસ્‍ટ્રેલિયા અને ભારતની ટીમ બુધવારે બપોરે નાગપુેરમાં ઉતરી હતી, તે દિવસે સાંજે અને ગુરુવારે વહેલી સવારે વરસાદ પડયો હતો. જેના કારણે નિર્ધારિત પ્રેક્‍ટિસ સેશન રદ કરવા પડયા હતા. ટીમ હોટલના જિમ સેશનમાં ભાગ લીધા બાદ ખેલાડીઓ સ્‍ટેડિયમમાં થઇ શકયા ન હતા.

 

 

(11:53 am IST)