Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ભારતીય પહેલવાન બબીતા ​​ફોગાટના ઘરે આવશે નાનું મહેમાન: પતિ સાથે શેયર કર્યો ફોટો

નવી દિલ્હી:  નાનું મહેમાન ભારતીય રેસલર બબીતા ​​ફોગાટના ઘરે આવી રહ્યા છે. ઇન્ટરનેટ દ્વારા તેણે પોતાના પ્રિયજનોને સારા સમાચાર આપ્યા છે. બબીતાએ પતિ વિવેક સુહાગ સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની બેબી બમ્પ જોવા મળી રહી છે. બબીતાએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં રેસલર વિવેક સાથે લગ્ન કર્યા હતા. બબીતાએ તેના પતિ સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે લાઇટ પિંક ડ્રેસમાં બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. તેણે તસવીર સાથે એક  સંદેશ પણ લખ્યો છે. "દરેક ક્ષણ મેં તમારી પત્ની તરીકે વિતાવી રહી છું, હું સમજી શકું છું કે હું કેટલી ભાગ્યશાળી છું." બબીતાની બહેન ગીતા ફોગાટ પણ આંતરરાષ્ટ્રીય રેસલર છે.બંને ઉપર બોલિવૂડ  'દંગલ' ફિલ્મ બની હતી.

(5:26 pm IST)