Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ભારત 2022માં ફીફા અન્ડર -17 મહિલા વર્લ્ડ કપનું કરશે આયોજન

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ફીફાએ પુષ્ટિ આપી છે કે ભારત 2022 માં ફીફા અન્ડર -17 મહિલા વર્લ્ડ કપનું આયોજન કરશે. ફીફાએ 2021 ની શરૂઆતમાં અંડર -20 વિમેન્સ વર્લ્ડ કપ 2020 અને ફીફા અન્ડર -17 વિમેન્સ વર્લ્ડ કપ યોજવાનું નક્કી કર્યું હતું, પરંતુ ફિફાએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યજમાન સભ્ય એસોસિએશનો અને અન્ય હોદ્દેદારો સાથે વાતચીત કરવાનું ચાલુ રાખ્યું હતું. કારણ કે દરેકને વય જૂથની ટૂર્નામેન્ટ્સની ચિંતા હતી.કોરોનાને કારણે ટૂર્નામેન્ટ્સ માટેની લાયકાત પણ પૂર્ણ કરવી મુશ્કેલ હતી. ફિફા કન્ફેડરેશનના કોવિડ -19 વર્કિંગ ગ્રૂપે બધી બાબતોને ધ્યાનમાં લીધા પછી 2020 યુવા મહિલા ટુર્નામેન્ટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. પછી બંને ટૂર્નામેન્ટ્સના આયોજનની જવાબદારી એવા દેશોને આપવાની ભલામણ કરવામાં આવી હતી, જે મૂળ તેમના યજમાન હતા. ફિફા કાઉન્સિલના બ્યુરોએ મંજૂરી આપી દીધી છે કે કોસ્ટા રિકા 2022 માં ફીફા અંડર -20 મહિલા વર્લ્ડ કપ અને 2022 માં ભારત ફીફા અન્ડર -17 મહિલા વર્લ્ડ કપનું આયોજન કરશે.

(5:28 pm IST)