Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ન્યુઝીલેન્ડને તેની જ ધરતી પર અને ભારતમાં વ્હાઇટવોશ કરનાર પ્રથમ ટીમ બની ઇન્ડિયન ક્રિકેટ

 નવી દિલ્હી : કોલકાતામાં રમાયેલી છેલ્લી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે અને ભારતમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઇટવોશ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે આ પહેલા જાન્યુઆરી 2020માં ન્યૂઝીલેન્ડમાં પાંચ મેચની દ્વિપક્ષીય શ્રેણીમાં કિવિઓને 5-0થી હરાવ્યું હતું. 2020માં ન્યૂઝીલેન્ડ સામેની 5 T20 મેચોની દ્વિપક્ષીય શ્રેણીમાં, વિરાટ કોહલીએ પ્રથમ ચાર મેચમાં કેપ્ટનશીપ સંભાળી હતી, જ્યારે છેલ્લી મેચમાં રોહિત શર્મા કેપ્ટન હતો. ભારતીય ટીમે શ્રેણીની ત્રણ મેચ સરળતાથી જીતી લીધી હતી, જ્યારે બે મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો હતો. T20 વર્લ્ડ કપ 2021 પહેલા વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે ભારતમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચોની શ્રેણી રમી હતી.

 

(4:31 pm IST)