Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

તમે એંકરની જેમ રમો અને હું મોટા શોટ મારીશ : રિષભ પંત

શ્રેણી જીતવા સુંદરની સાથે રિષભ પંતે રણનીતિ બનાવી હતી : તે મેચને ડ્રો કરાવવા નહોતો માગતો પણ ઓસ્ટ્રેલિયા સામે ટીમને જીત અપાવવા માટે રમતો હતો : રિષભ પંત

નવી દિલ્હી, તા. ૨૪ : ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેન ટેસ્ટ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત પોતાના પ્રદર્શનથી ખુશ છે. પંતે ૩ ટેસ્ટમાં ૫ ઈનિંગ્સ રમી જેમાં૨૭૪ રન બનાવ્યા હતા, જેમાં બે હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. બ્રિસબેનમાં રમાયેલી સીરિઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં પંતે અણનમ રહીને ૮૯ રન બનાવીને અંતિમ ટેસ્ટ અને સીરિઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ દરમિયાન વોશિંગટન સુંદરે પણ પંતનો સાથ આપ્યો હતો. હવે આ ખેલાડીઓએ શું સ્ટ્રેટેજી બનાવી હતી તેનો ખુલાસો થયો છે.

એક અખબાર સાથે વાતચીત કરીને પંતે કહ્યું કે તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને જીત અપાવવાનું પસંદ છે. ચોથી ટેસ્ટ મેચમાં પંતે કંઈક એવું જ કરી બતાવ્યું. પંતે ઓસ્ટ્રેલિયાના હાથમાં જતા કે મેચ ડ્રો થવા ના દઈને ભારતીય ટીમને જીત અપાવી હતી.

બ્રિસબેન ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં પંતે બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર સાથે મળીને ૬ઠ્ઠી વિકેટ માટે ૫૩ રનની મહત્વની પાર્ટનરશીપ કરી. ડાબા હાથના બેટ્સમેન પંતે પોતાની હાફ સેન્ચ્યુરી પાર કરીને ૧૩૮ બોલનો સામનો કર્યો અને ૯ ચોગ્ગા લગાવ્યા, જ્યારે બીજી તરફ એક છગ્ગા સાથે ૨૯ બોલનો સામનો કરીને ૨૨ રન બનાવ્યા.

બનાવી હતી રણનીતિ જ્યારે પંતને પૂછવામાં આવ્યું કે અંતિમ કલાકમાં જ્યારે રનનો પીછો કરી રહ્યા હતા ત્યારે તમારો વોશિંગટન સુંદર સાથે શું પ્લાન હતો? જેના પર પંતે કહ્યું, *મેં વાશિને કહ્યું કે તમે એંકરની જેમ રમો અને હું મોટા શોટ મારીશ. પરંતુ વોશિંગટને કહ્યું કે તે પણ મોટા શોટ્સ રમશે. પછી અમે નક્કી કર્યું કે એક એંકર અને બીજો મોટા શોટ રમશે. વાશિએ આ રોલ સારી રીતે ભજવ્યો.* આ સાથે પંતે એ પણ જણાવ્યું કે અમે મેચ ડ્રો કરાવવા નહોતા ઈચ્છાતા પણ ભારતને મેચ જીતાડવા માગતા હતા.

પંતે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે તેમનો ઘણો સાથ આપ્યો કે હું વિનર ખેલાડી છું. હું હંમેશા ભારત માટે મેચ જીતાડવાનું વિચારતો રહું છું અને મેં એવું જ કર્યું.

એવું પૂછવા પર કે એમએસ ધોનીની નિવૃત્તિ પછી તમારી પાસે ફિનિશરના રોલની આશા કરવામાં આવી રહી છે, તેના પર પંતે કહ્યું, જેમણે મને નાનપણથી જોયો છે તેમને ખબર છે કે હંમેશાથી હું મારી ટીમ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ રમવા વિશે વિચારું છું. મને લાગે છે કે આ કોઈ ખેલાડીની પ્રાથમિકતા છે. તમે કોઈ એક ખેલાડીના ખભા પર જવાબદારી ના આપી શકો. હા, મેં મારા શોટ સિલેક્શન પર ઘણી મહેનત કરી. ત્યાં સુધી કે બ્રિસબેનમાં રનનો પીછો કરતી વખતે મેં મોટા શોટ રમવા માટે સારા બોલની રાહ જોઈ' પંતે સિડની ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ૧૧૮ બોલમાં ૯૭ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ ૫ ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ સામે ૪ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. જેને લઈને પંત પણ ઉત્સુક છે. સીરિઝની શરુઆતની બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે.

(8:02 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST