Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

મેચ હારતા લડાયક દિપક ચહર રડી પડ્યો, તેણે ચાહકોનું દિલ જીતી લીધુ

આફ્રિકનોને જોરદાર ટક્કર આપી હતી

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસનો નિરાશાજનક અંત આવ્યો.  ટેસ્ટ સીરીઝ હારી ગયેલી ટીમ ઈન્ડિયા વનડે સીરીઝ પણ ખરાબ રીતે હારી ગઈ.  અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયા જીતી રહી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ અચાનક જ સાઉથ આફ્રિકાએ જોરદાર વાપસી કરીને મહેમાનોને જીતથી વંચિત રાખ્યા.  ભારતની હાર બાદ ઓલરાઉન્ડર દીપક ચહર ઘણો નિરાશ જોવા મળ્યો હતો.  તેની આંખો પણ આંસુઓથી ભીની થઈ ગઈ હતી.તેનું કારણ એ છે કે દીપક ચહરે ઝડપી અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતની આશા જગાવી હતી, પરંતુ આ ખેલાડી નિર્ણાયક પ્રસંગે આઉટ થઈ ગયો અને ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ. દીપક ચહરે તેની અડધી સદી ફટકારી હતી

(2:34 pm IST)