Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વિરાટ ફરી વિવાદમાં: રાષ્ટ્રગીત સમયે ચ્યુઈંગગમ ખાતો હતો

નવીદિલ્હીઃ વિરાટ કોહલી ફરી એકવાર વિવાદમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ વનડેમાં તેની એક ભૂલે ચાહકો અને તેમના ટીકાકારોને નારાજ કર્યા હતા.વાસ્તવમાં કેપટાઉનમાં મેચ શરૂ થતા પહેલા ભારતીય રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. આ દરમિયાન તમામ ખેલાડીઓ એકસાથે ઉભા રહીને રાષ્ટ્રગીત ગાતા જોવા મળ્યા હતા જે બ્રોડકાસ્ટરના કેમેરામાં કેદ થયા હતા. જો કે આ દરમિયાન વિરાટ કોહલી ચ્યુઈંગગમ ચાવવામાં જોવા મળ્યો હતો. કેમેરાના અલગ-અલગ એંગલથી લેવાયેલા શોટમાં વિરાટ બે વખત દેખાયો અને બંને વખત તે એક જ વસ્તુ કરતો જોવા મળ્યો. લોકોને વિરાટની આ હરકત પસંદ ન આવી અને તે ટ્રોલ થવા લાગ્યો હતો.

(2:35 pm IST)