Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

દ્રવિડે સાબિત કરવું પડશે કે તે ઓવરરેટેડ કોચ નથી : અખ્તર

ભારતીય ક્રિકેટ નીચે નથી જઈ રહ્યું પણ પીક પોઈન્ટ પર છે

નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.  સેન્ચુરિયન ટેસ્ટમાં જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમ જીતના પાટા પરથી ઉતરી ગઈ છે.  જેના કારણે ભારતને ટેસ્ટ ઉપરાંત વનડે શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. નેતૃત્વમાં ભારતીય ટીમ પ્રથમ વખત શ્રેણી હારી છે.હવે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે રાહુલ દ્રવિડને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટને સાબિત કરવું પડશે કે તે ઓવરરેટેડ કોચ નથી. અખ્તરે એક ભારતીય ન્યૂઝ ચેનલને કહ્યું, મને આશા છે કે લોકો એવું નહીં કહે કે તે ઓવરરેટેડ કોચ છે.  તેણે તે સાબિત કરવું પડશે અને દેખીતી રીતે રવિ શાસ્ત્રીની જગ્યા ભરવાની તેની પર મોટી જવાબદારી છે.  તેની પાસે એક મોટું કામ છે.ભારતીય ક્રિકેટ નીચે નથી જઈ રહ્યું, પરંતુ પીક પોઈન્ટ પર છે. અખ્તરે કહ્યું, મને ખબર નથી કે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને અન્ય લોકો શું વિચારે છે.  પરંતુ ભારતીય ક્રિકેટ ચોક્કસપણે ટોચ પર છે.  ના, ભારતીય ક્રિકેટ નીચે નથી જઈ રહ્યું.  તમારે પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવું પડશે.  રાહુલ દ્રવિડના હાથમાં મોટી જવાબદારી છે.

(2:37 pm IST)