News of Wednesday, 24th May 2023
નવી દિલ્હીઃ ધોનીની સેના ફાઈનલમાં પહોંચી ગઈ છે. જયારે ગુજરાતને હજુ એક તક મળશે. આજના એલીમીનેટર મેચમાં જે ટીમ જીતશે તેની સામે શુક્રવારે ટકરાશે.
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ૧૫ રનથી હરાવ્યું. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે ૧૭૩ રનનો ટાર્ગેટ હતો, પરંતુ ૨૦ ઓવરમાં માત્ર ૧૫૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી ઓપનર શુભમન ગિલે સૌથી વધુ ૩૮ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ૪ ફોર અને ૧ સિક્સર ફટકારી હતી. આ સિવાય ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જો કે, રાશિદ ખાને છેલ્લી ઓવરમાં ૧૬ બોલમાં ૩૦ રનની ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત અપાવી શકયો નહોતો.ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોની વાત કરીએ તો દીપક ચહર સિવાય મહિષ તિક્ષ્ણા, રવિન્દ્ર જાડેજા અને મહિષા પથિરાનાએ ૨-૨ વિકેટ લીધી હતી. જ્યારે તુષાર દેશપાંડેને ૧ સફળતા મળી હતી.
જયારે સૌથી વધુ પાંચ વખત આઇપીએલ- ચેમ્પિયન બનેલા મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ની બેટિંગ વધુ સારી થઈ હોવાથી પ્લે-ઓફમાં એની નાટયાત્મક એન્ટ્રી થઈ હોવાથી આજે ચેન્નાઈના એલિમિનેટરમાં એના બેટર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના બોલર્સ, જેમાં ખાસ કરીને સ્પિનર્સે કંઈક ચમત્કાર કરી દેખાડવો પડશે. મુંબઈના ખેલાડીઓમાં હવે ભરપૂર આત્મવિશ્વાસ છે અને તેમને હવે રોકવા મુશ્કેલ છે અને બીજી બાજુ લખનઉની ટીમ સતત બીજી સીઝનમાં પ્લે-ઓફમાં પહોંચવા છતાં લાગલગાટ બીજા પ્લે-ઓંફની વહેલી એકિઝટથી બચવા માગે છે. ગઈ સીઝનમાં લખનઉની ટીમે ડેબ્યુ કર્યું હતું, પણ પ્લે- ઓફના એલિમિનેટરમાં બેન્ગલોર સામે ૧૪ રનથી હારી જતાં લખનઉએ વહેલું બહાર થઈ જવું પડ્યું હતું.
મુંબઈની ટીમે ગઈ સીઝનમાં સૌથી ખરાબ પર્ફોર્મ કયું હતું અને છેક ૧૦માસૌથી વધુ પાંચ વખત આઇપીએલ- ચેમ્પિયન બનેલા મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ની બેટિંગ વધુ સારી થઈ હોવાથી પ્લે-ઓફમાં એની નાટયાત્મક એન્ટ્રી થઈ હોવાથી આજે ચેન્નાઈના એલિમિનેટરમાં એના બેટર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના બોલર્સ, જેમાં ખાસ કરીને સ્પિનર્સે કંઈક ચમત્કાર કરી દેખાડવો પડશે. મુંબઈના ખેલાડીઓમાં હવે ભરપૂર આત્મવિશ્વાસ છે અને તેમને હવે રોકવા મુશ્કેલ છે અને બીજી બાજુ લખનઉની ટીમ સતત બીજી સીઝનમાં પ્લે-ઓફમાં પહોંચવા છતાં લાગલગાટ બીજા પ્લે-ઓંફની વહેલી એક્ઝિટથી બચવા માગે છે. ગઈ સીઝનમાં લખનઉની ટીમે ડેબ્યુ કર્યું હતું, પણ પ્લે- ઓફના એલિમિનેટરમાં બેન્ગલોર સામે ૧૪ રનથી હારી જતાં લખનઉએ વહેલું બહાર થઈ જવું પડ્યું હતું.
મુંબઈની ટીમે ગઈ સીઝનમાં સૌથી ખરાબ પર્ફોર્મ કયું હતું અને છેક ૧૦મા નંબર પર રહી હતી. જો કે ગુજરાત ટાઈટન્સે રવિવારે આરસીબીને હરાવતાં મુંબઈ માટે મોટો ટર્ન આવી ગયો અને એકિઝટને બદલે પ્લે- ઓફમાં ચમત્કારિક એન્ટ્રી થઈ. ઈજાગ્રસ્ત રાહુલની ગેરહાજરીમાં લખનઉની કેપ્ટન્સી સંભાળી રહેલો ખુદ કૃણાલ પંડયા તેમ જ રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, આવેશ ખાન, નવીન- ઉલ- હક જેવા બોલર્સ આજની મેચ ચેન્નાઈની સ્લો પિચ પર રમાવાની હોવા છતાં મુંબઈના સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, ઈશાન કિશન, નેહલ વઢેરા, ટિમ ડેવિડ તેમજ હવે તો સેન્ચુરિયન કેમેરન ગ્રીનને પણ હળવાશથી નહીં લઈ શકે.