Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂરા કરવા બદલ રોહિત શર્માએ ચાહકોનો માન્યો આભાર

 નવી દિલ્હી: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તે તમામ લોકોનો આભાર માન્યો છે જેમણે તેને ખેલાડી બનવામાં મદદ કરી છે. આ સાથે જ તેણે તે દિવસને પણ યાદ કર્યો જ્યારે તેણે 15 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 23 જૂન 2007ના રોજ બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે વન-ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર શર્માએ એક સંદેશ સાથે દિવસને યાદ કર્યો. રોહિત શર્માએ ભારતની જર્સીની સાથે ટ્વીટ કરીને લખ્યું, "મારી ફેવરિટ જર્સીના 15 વર્ષ."સાથેના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે એક સફર છે જેને તે આખી જીંદગી જાળવી રાખશે.તેણે પોતાના નિવેદનમાં કહ્યું, "ભારત માટે ડેબ્યુ કર્યા બાદ આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 15 વર્ષ પૂરા કરી રહ્યો છું. તે મારા માટે એક યાદગાર પ્રવાસ રહ્યો છે, જેને હું મારા બાકીના જીવન માટે ચોક્કસપણે જાળવીશ."

(6:36 pm IST)