Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

તિરંદાજીમાં દીપિકા અને પ્રવિણની જોડી કવાર્ટર ફાઈનલમાં

શૂટીંગમાં અપૂર્વી ચંદેલા અને ઈલાવેનિલ વાલારિવન બહાર

નવીદિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકસના બીજો દિવસે ભારતની શરૂઆત મિશ્રિત રહી. તેમાં તિરંદાજીમાં દીપિકા-  પ્રવીણની જોડી જીતીને કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ. તો શુટિંગમાં અપૂર્વી ચંદેલા અને ઇલાવેનિલ વાલારિવન મહિલા ૧૦ મીટર એર રાઇફલ કવોલિફિકેશન હરિફાઇમાંથીબહાર થઇ ગયા અને મેડલ રાઉન્ડ સુધી પહોંચી ના શકયા.

તીરંદાજીના મિશ્રિત ટીમ અંતિમ આઠ મુકાબલામાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની ટીમનો મુકાબલો ચિયા-એન-લિન અને ચિબ-ચુન-તાંગ (ચીની તાઇપે) સામે હતો. તેમાં ભારતે ચીની તાઇપેને ૫-૩થી હરાવી દીધું. હવે કવાર્ટરફાઇનલમાં દીપિકા- પ્રવીણનો મુકાબલો સાઉથ કોરિયન ટીમ સામે થશે.

જયારે ૧૦ મીટર એર રાઈફલમાં ભારતની ચંદેલા અને વલારિવન બહાર થઈ ગયા છે. આ બંન્ને શૂટર કવાલીફાય કરી શકયા ન હતા.

(3:00 pm IST)