Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કોવિડ-19ના કારણે લાંબા સમય સુધી સસ્‍પેન્‍ડ થયેલ યુએફા ચેમ્‍પિયન્‍સ લીગની પ્રથમ મેચમાં નવો ચેમ્‍પિયન મળ્‍યોઃ બાયર્ન મ્‍યુનિખે કિંગ્‍સલી કોમાનના હેડરની મદદથી પેરિસ સેન્‍ટ ટર્મનને પરાજય આપ્‍યો

લિસ્બનઃ કોવિડ-19 મહામારીને કારણે લાંબા સમય સુધી સસ્પેન્ડ થયેલી યૂએફા ચેમ્પિયન્સ લીગની પ્રથમ મેચ શરૂ થયાના 425 દિવસ બાદ રવિવારે નવો ચેમ્પિયન મળ્યો છે. ફાઇનલ મેચમાં બાયર્ન મ્યૂનિખે કિંગ્સલી કોમાનના હેડરની મદદથી પેરિસ સેન્ટ જર્મન (PSG)ને 1-0થી પરાજય આપ્યો છે. વિશ્વના સૌથી મોંઘા ફુટબોલ ખેલાડી પીએસજીના નેમારનો જાદૂ આ મેચમાં જોવા ન મળ્યો. તેને બે વાર ગોલ કરવાની તક મળી તે પણ ગુમાવી દીધી હતી.

બાયર્ન મ્યૂનિખે છઠ્ઠીવાર જીત્યું ટાઇટલ

મહત્વનું છે કે બાયર્ન મ્યૂનિખે છઠ્ઠીવાર આ ટાઇટલ પર કબજો કર્યો છે. જ્યારે પેરિસ સેન્ટ જર્મન (PSG) પ્રથમવાર ફાઇનલ સુધી પહોંચી ગતી. ફાઇનલ પહેલા મેમાં ઇસ્તાંબુલમાં રમાવાની હતી, પરંતુ ત્યારબાદ યજમાની લિસ્બનને આપી દેવામાં આવી હતી. પ્રથમવાર એવું થયું કે ફેન્સ વગર ફુટબોલની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમવાર ફેન્સ વગર ફાઇનલ

ફાઇનલ પહેલા સ્ટેડિયમમાં જનારા બધાનો કોવિડ-19 ટેસ્ટ થયો હતો. આ દરમિયાન મેદાનમાં થોડા લોકો હાજર રહ્યાં હતા. આ પહેલા ક્યારેય પણ આ યૂરોપીય ચેમ્પિયનશિપના મુકાબલો ખાલી સ્ટેડિયમમાં રમાયો નથી.

પીએસજીએ ખુબ કર્યો છે ખર્ચ

પીએસજીની સાથે આઠ વર્ષથી જોડાયેલા માર્કો વેર્રાટીએ કહ્યુ, આ ક્લબના ઈતિહાસ અને ફુટબોલર તરીકે આ અમારી જિંદગીની સૌથી મહત્વની 90 મિનિટ હતી. પીએસજીએ આ ટાઇટલના સપનાને પૂરુ કરવા માટે ખેલાડીઓ પર મોટુ રોકાણ કર્યું, જેમાં રેકોર્ડ રકમની સાથે બ્રાઝિલના નેમારને ક્લબ સાથે જોડવો છે. બાયર્નની ટીમ 2013મા ચેમ્પિયન્સ બન્યા બાદ ચાર વાર સેમિફાઇનલથી આગળ વધી શકી નથી.

(5:16 pm IST)