Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ભારતીય ખેલાડીઓ સાથે સ્લેજીંગ નહી કરૂ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે મારા ગણતરીના દિવસો બાકી

બાયો બબલમાં રહીને ક્રિકેટ રમવુ ઘણુ અઘરૂ, આવતા ૧૨ મહિના મુશ્કેલ ભર્યા, ૨૦૨૩નો વર્લ્ડકપ રમવાની ઈચ્છાઃ ડેવિડ વોર્નર

સિડની :. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વોર્નરનું કહેવું છે કે પોતે ૩૪ વર્ષનો થયો હોવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે તેના ગણતરીના દિવસો જ બચ્યા છે. તે પોતાની આક્રમક રમત જાળવી રાખશે. જો કે ભારતીય ખેલાડીઓ સાથે સ્લેજિંગમાં ઉતરવાનું ટાળશે.

વોર્નરે કહ્યું કે સ્લેજિંગની વાત છે તો જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ અમે પણ નવું નવું શીખતા જઈએ છીએ. મેદાનમાં કોઈની પણ સાથે માથાકુટમાં ઉતરવું યોગ્ય નથી. પ્રયત્ન કરવો જોઈએ કે સમસ્યાનું સમાધાન થાય અને એને અવગણવી જોઈએ. હું પ્રયાસ કરીશ કે મારા બેટ વડે તેમને જવાબ આપી શકું. બાયો બબલમાં રહીને ક્રિકેટ રમવું ઘણુ અઘરૂ છે. પાછલા ૬ મહિના ઘણા કપરા રહ્યા હતા. બબલમાં રહેવું અને આસપાસ પરિવાર ન હોવાની આદત પડી રહી હતી. દરેક ખેલાડી અલગ અલગ સંજોગમાં રહેતો હતો. કેલેન્ડરને જોઈને તમે કહી શકો કે આવતા ૧૨ મહિના ઘણા મુશ્કેલ હોવાના છે. એક સમય આવશે જ્યારે પરિવાર સાથે સમય વિતાવવા મળશે, પણ હાલમાં એ સમય નથી મળી રહ્યો અને હોટેલમાં ૧૪ દિવસ વિતાવવા પડે છે.

(2:34 pm IST)