Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત:ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું

ડેબ્યુ મેચમાં અક્ષરે 11 વિકેટ ઝડપી: રવિચંદ્રન અશ્વિને તેનાં કરિયરની 400 વિકેટ પૂરી કરી

અમદાવાદ : વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડ સામે એક ઐતિહાસિક જીત હાંસલ કરી લીધી છે. મેચનાં રિયલ હિરો સ્પિનર્સ જોડી અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન રહ્યાં હતા  ઈંગ્લેન્ડ સામે 2-1થી ભારત આગળ છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે મેચનાં બીજા જ દિવસે જીત હાંસલ કરી લીધી છે. આ મેચ તેની પીચનાં અલગ સ્વભાવને લીધે ખૂબ ચર્ચમાં રહી હતી. બે દિવસ ચાલેલી આ ટેસ્ટમાં બેટ્સમેન કરતા સ્પિનર્સને વધારે ફાવટ જોવા મળી હતી.

ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરનાર ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં ફક્ત 112 રન બનાવી શકી. જેનાં જવાબમાં ભારતની ટીમ પણ કંઈ ખાસ કમાલ ના કરી શકી અને 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતને નજીવી 33 રનની લીડ પ્રાપ્ત થઈ હતી. પણ જ્યારે ઈંગ્લેન્ડની ટીમ તેની બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરી ત્યારે તેનાં કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી નહોતા શક્યા અને ફક્ત 81 રનમાં ઈંગ્લેન્ડની પૂરી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં અક્ષર પટેલે 6 વિકેટ ખેરવીને તેમની કમર તોડી નાંખી હતી જ્યારે બીજી તરફ અશ્વિને 3 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં અક્ષર પટેલે ફરી તેની ફિરકીનો જાદુ ચલાવ્યો અને પાંચ વિકેટ લઈ લીધી અને અશ્વીને 4 વિકેટ લીધી હતી

પિન્ક બોલની ડે નાઈટ ટેસ્ટ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમનાં બેટ્સમેન રન બનાવવા માટે ફાંફા મારી રહ્યાં હતા. સ્પિનર માટે મદદગાર પીચને લીધે બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ કંગાળ રહ્યું અને બંને ઈનિંગ્સમાં ફાસ્ટ બોલર્સ માટે કરવા માટે કશું રહ્યું નહોતુ જેથી ભારતે પહેલી ઈનિંગમાં જ ઈશાંત શર્માને બોલિંગ કરાવી.હતી

પિન્ક બોલ ટેસ્ટ દ્વારા અક્ષર પટેલ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરી રહ્યો હતો અને તેની ડેબ્યુ મેચમાં અક્ષરે 11 વિકેટ ઝડપી લીધી. તેમજ રવિચંદ્રન અશ્વિને પણ તેનાં કરિયરની 400 વિકેટ પૂરી કરીને ભારતનો 400 વિકેટ ઝડપનાર તે ત્રીજો સ્પિનર બની ગયો છે.

સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૧૧૨

ભારત પ્રથમ દાવ : 

રોહિત

એલબી બો. લીચ

૬૬

ગિલ

કો. ક્રેલે બો. આર્ચર

૧૧

પુજારા

એલબી બો. લીચ

૦૦

કોહલી

બો. લીચ

૨૭

રહાણે

એલબી બો. લીચ

૦૭

પંત

કો. ફોએકેશ બો. રૂ

૦૧

અશ્વિન

કો. ક્રેલે બો. રૂ

૧૭

સુંદર

બો. રૂ

૦૦

પટેલ

કો. સિબલે બો. રૂ

૦૦

ઇશાંત

અણનમ

૧૦

બુમરાહ

એલબી બો. રૂ

૦૧

વધારાના

 

૦૫

કુલ

(૫૩. ઓવરમાં ઓલઆઉટ)

૧૪૫

પતન  : -૩૩, -૩૪, -૯૮, -૧૧૪, -૧૧૫, -૧૧૭-૧૨૫, -૧૨૫, -૧૩૪, ૧૦-૧૪૫

બોલિંગ : એન્ડરસન : ૧૩--૨૦-, બ્રોડ : --૧૬-, આર્ચર : --૨૪-, લીચ : ૨૦--૫૪-, સ્ટોક્સ : --૧૯-, રૂ : .---

ઇંગ્લેન્ડ બીજો દાવ : 

ક્રેલે

બો. પટેલ

૦૦

સિબલે

કો. પંત બો. પટેલ

૦૭

બેરશો

બો. પટેલ

૦૦

રૂ

એલબી બો. પટેલ

૧૯

સ્ટોક્સ

એલબી બો. અશ્વિન

૨૫

પોપ

બો. અશ્વિન

૧૨

ફોએકેશ

એલબી બો. પટેલ

૦૮

આર્ચર

એલબી બો. અશ્વિન

૦૦

લીચ

કો. રહાણે બો. અશ્વિન

૦૯

બ્રોડ

અણનમ

૦૧

એન્ડરસન

કો. પંત બો. સુંદર

૦૦

કુલ

(૩૦. ઓવરમાં ઓલઆઉટ)

૮૧

પતન  : -, -, -૧૯, -૫૦, -૫૬, -૬૬-૬૮, -૮૦, -૮૦, ૧૦-૮૧

બોલિંગ : પટેલ : ૧૫--૩૨-, અશ્વિન : ૧૫--૪૮-, સુંદર : .---

ભારત બીજો દાવ : 

રોહિત

અણનમ

૨૫

ગિલ

અણનમ

૧૫

વધારાના

 

૦૯

કુલ

(. ઓવરમાં વિના વિકેટે)

૪૯

બોલિંગ : લીચ : --૧૫-, રૂ : .--૨૫-

 

(9:12 pm IST)