Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

પ્રજ્ઞાનાનંદે ચીનના હરીફને પછાડી સેમી ફાઈનલમાં

૧૬વર્ષનો ચેસ માસ્‍ટર

નવી દિલ્‍હીઃ ભારતનો ૧૬ વર્ષનો ચેસ-સ્‍ટાર આર. પ્રજ્ઞાનાનંદ ચેસેબલ માસ્‍ટર્સ ૨૦૨૨ ઓનલાઈન ટુર્નામેન્‍ટમાં ચીનના વેઈ યિને ૨.૫- ૧.૫થી હરાવીને સેમી ફાઈનલમાં પહોંચી ગયો હતો. તે સેમીમાં આ ટુર્નામેન્‍ટના મોખરાના ખેલાડી નેધરલેન્‍ડ્‍સના અનિશ ગિરિ સામે રમશે.

બીજી સેમીમાં વર્લ્‍ડ નંબર-વન નોર્વેનો મેગ્નસ કાર્લસન ચીના ડિન્‍ગ લાઈરેન સામે રમશે. પ્રજ્ઞાનાનંદ સેમી જીતશે તો ફાઈનલમાં કદાચ કાર્લસન સામે ફરી ટકરાશે. પ્રજ્ઞાનાનંદે છઠ્ઠા રાઉન્‍ડમાં કાર્લસનને હરાવ્‍યો હતો.

(3:03 pm IST)