Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

આ માત્ર એક ટીમ નથી, પરિવાર છે

ખેલાડીઓનું મનોબળ મજબૂત કરવા વિરાટનું લાગણીશીલ ટ્વીટ

 સતત બે વર્ષથી જે ટ્રોફીની પાછળ ટીમ ઇન્ડિયા ભાગી રહી હતી તે હવે તેમની પહોંચથી દૂર થઇ ચૂકી છે. કારણ કે વર્લ્ડ ક્રિકેટને ન્યૂઝીલેન્ડ તરીકે તેનો પહેલો ટેસ્ટે ચેમ્પિયન મળી ચૂકયો છે. આ ખિતાબી મુકાબલો કેન એન્ડ કંપનીએ વિરાટ સેનાને આઠ વિકેટથી હરાવી જીતી લીધો. તો બીજીબાજુ ભારતીય ટીમ માટે આ નાજુક પળ છે. ખેલાડીઓનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. સામે ઇંગ્લેન્ડનો પણ પડકાર છે. આની પહેલાં કેપ્ટન કોહલી પોતાની સેનાનું મનોબળ મજબૂત કરવા માંગી રહ્યો છે. ત્યારે તેણે દુનિયાની સામે આ મેસેજ આપ્યો.

આ ટીમ નથી પરિવાર છે

કારમી હારના બરાબર બીજા દિવસે ગત રાત્રે વિરાટે ટ્વીટ કર્યું કે આ માત્ર એક ટીમ નથી, પરંતુ પરિવાર છે. અમે સાથે આગળ વધીએ છીએ. આગળ તેમણે વાદળી દિલ અને તિરંગો પણ મૂકયો. મતલબ સ્પષ્ટ છે કે રન મશીન કોહલી વિશ્વને એ સંદેશો આપવા માંગે છે કે કારમી હાર બાદ મળેલા ઝાટકાથી ધીમે-ધીમે ભારતીય દળ ઉભરી રહ્યું છે અને હવે દરેક પરિસ્થિતિમાં પોતાના ખેલાડીઓની સાથે ઉભો છે.

(3:10 pm IST)