Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

શૂટર મનુ ભાકર એક દિવસમાં બે ગોલ્‍ડમેડલ જીતી

ઑલિમ્‍યિન અને ભુતપૂર્વ વર્લ્‍ડ નંબર-વન શૂટર મનુ ભાકર ગઇ કાલે ભોપાલમાં કુમાર સુરેન્‍દ્ર સિંહ મેમોરિયલ શૂટિંગ ચેમ્‍પિયનશિપમાં સ્‍ટાર-અટ્રૅકશન હતી. હરિયાણાની ૨૦ વર્ષની મનુ વિમેન્‍સ તેમજ  જુનિયર વિમેન્‍સ ૧૦ મીટરની ઍર પિસ્‍તોલ ઇવેન્‍ટમાં ગોલ્‍ડમેડલ જીતી હતી. તેણે મહિલાઓની ઇવેન્‍ટનાં પંજાબની અર્શદીપ કૌરને ૧૬-૧૪ના તફાવતથી અને જુનિયર ઇવેન્‍ટમાં ઉત્તર પ્રદેશની યુવિકા તોમરને ૧૬-૧૨થી હરાવી હતી.

(4:29 pm IST)