Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રોહિત શર્મા એ રાહુલ ની શાનદાર સદી ના વખાણ કર્યા

રોહિત શર્માએ ટ્વિટ કર્યું કે, "કેએલ રાહુલે કેટલાક શોટ શાનદાર લગાવ્યા. ઉમદા શતક".

નવી દિલ્હી : રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) સામે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની છઠ્ઠી મેચમાં, કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે 69 બોલમાં 132 રનની શાનદાર અણનમ સદી ફટકારી હતી. આ મેચમાં પંજાબે આરસીબીને 97 રનથી હાર આપી હતી.

રાહુલની મેચ-વિનિંગ ઇનિંગ્સની પ્રશંસા કરતાં રોહિત શર્માએ ટ્વિટ કર્યું કે, "કેએલ રાહુલે કેટલાક શોટ શાનદાર લગાવ્યા. ઉમદા શતક".

રાહુલ આ આઈપીએલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે, જ્યારે રાહુલની આઈપીએલ ઇતિહાસમાં આ બીજી સદી છે.આ સદીથી રાહુલ આઈપીએલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેમજ તે સૌથી ઝડપી 2 હજાર રન બનાવનારો ભારતીય બન્યો. તેણે અનુભવી ભારતીય બેટ્સમેન અને મુંબઇ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડી સચિન તેંડુલકરનો આઠ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો. તેંડુલકરે 63 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા, જ્યારે રાહુલે 60 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

(11:42 am IST)
  • યુ.પી.એસ.સી.પરીક્ષાની તારીખ ફેરવવા સુપ્રીમ કોર્ટની આયોગને નોટિસ : 20 પરીક્ષાર્થીઓએ દાખલ કરેલી પિટિશનના અનુસંધાને જવાબ માંગ્યો : સમગ્ર દેશમાં કોવિદ -19 ,વરસાદ ,પાણીના પૂર ,સહિતની આપત્તિઓ : પરીક્ષા કેન્દ્રો ઓછા હોવાથી 2 લાખ જેટલા પરીક્ષાર્થીઓ માટે નોકરીની તક ગુમાવવાનો ભય વ્યક્ત કરાયો access_time 11:09 am IST

  • મ્યુ.કોર્પોરેશનના વધુ બે ઓધિકારીઓ કોરોનાની ઝપટે ચડયા : મ્યુ.કોર્પોરેશનનાં વધુ બે અધિકારીઓ સંક્રમિત થતા ફફડાટ : ઇન્ચાર્જ સિટી ઈજનેર કોટક તથા મેડિકલ ઓફીસર વિકાસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યોઃ અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ અધિકારી, કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. access_time 3:36 pm IST

  • સેન્સેકસની ગજબની રમત : શેરબજારની માયાજાળ અદભુત છે. ગઇકાલે ૧૧૦૦ પોઇન્ટના કડાકા પછી આજે સવારે પ્રારંભમાં જ સેન્સેકસ લગભગ ૪૦૦ પોઇન્ટ (૩૯૫.૦૮) ઉચકાયો હતો અને નિફટી ૧૨૧ પોઇન્ટ ઉંચકાઇ હતી અને આ લખાય છે ત્યારે સવારે ૧૦.૨૭ કલાકે સેન્સેકસ ૨૬૨ પોઇન્ટ તથા નિફટી ૭૭.૯૦ પોઇન્ટ 'અપ' છે. access_time 11:29 am IST