Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

વિરાટ કોહલી રાજીનામુ આપશે તો ભારતની ટીમના કેપ્‍ટન તરીકે શ્ર.યસ અય્‍યરની પસંદગી થવાની શક્‍યતા

દિલ્‍હી કેપિટલ્‍સના ખેલાડી શ્રેયસથી ઓસ્‍ટ્રેલિયાના પોરોવ સ્‍પીનર બ્રેડ હોગ પ્રભાવિત

નવી દિલ્હી: વિરાટ કોહલીએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) પછી સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટનપદેથી રાજીનામું આપી દેશે. ત્યારબાદ સતત સવાલ ઉઠી રહ્યા છે કે કેપ્ટનશિપમાં કોહલીને કોણ રિપ્લેસ કરશે.

આ હશે ટીમ ઇન્ડીયાના આગામી કેપ્ટન!

ઓસ્ટ્રેલિયાના પોરોવ સ્પિનર બ્રેડ હોગ દિલ્હી કેપિટલ્સ ખેલાડી શ્રેયસ અય્યરથી ખૂબ પ્રભાવિત છે. તેમનું માનવું છે કે અય્યર ફ્યૂચરમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અય્યરની કેપ્ટનશિપમાં જ દિલ્હી ટીમે આઇપીએલ 2020 ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

અય્યરને પહોંચી હતી ઇજા

શ્રેયસ અય્યરને આ વર્ષે ઇગ્લેંડના વિરૂદ્ધ વનડે સીરીઝમાં ફીલ્ડીંગ કરતી વખતે ખભા પર ઇજા પહોંચી હતી, જેના લીધે તે આઇપીએલ 2021ની પ્રથમ ફેજ રમી શક્યા ન હતા. જ્યારે બીજા ફેજમાં તેમની વાપસી થઇ તો દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે ઋષભ પંત ને જવાબદારી યથાવત રાખવામાં આવી.

બ્રેડ હોગએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે 'ઇજા બાદ તેમની વાપસી થઇ છે તે ખૂબ પ્રેશરમાં છે. તેમને ટી-20 વર્લ્ડકપ 2021 માટે સિલેક્ટ કરવામાં આવી ભારતની મેન ટીમમાં સ્થાન ન મળ્યું. એક વસ્તુ જે મેં પત્રકાર પરિષદમાં જોઇ હતી તે એ છે કે શ્રેયસ ફ્યૂચરમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન બની શકે છે.

મેન ટીમમાં ન મળ્યું અય્યરને સ્થાન

હોગે આગળ કહ્યું, 'અય્યર લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ટીમ ઇન્ડીયાના રેગ્યુલર મેંબર હતા. અય્યરે આઇપીએલની 14મી સીઝન પહેલાં ઇગ્લેંડ વિરૂદ્ધ પહેલી વનડે મેચમાં ઇજાના શિકાર થયા હતા. ફીલ્ડીંગ કરતી વખતે અય્યરને ખભા પર ઇજા પહોંચી હતી. ત્યારબાદ સર્જરી થઇ. ટી-20 વર્લ્ડકપમાં તેમને રિઝર્વ પ્લેયર તરીકે ટીમ ઇન્ડીયામાં સામેલ કરવામાં આવ્યા છે. 

(5:07 pm IST)