Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

એશીઝ જંગઃ મેલબોર્નમાં ૮૦ હજાર પ્રેક્ષકો મેચ નિહાળશે

નવી દિલ્હીઃ આગામી મહિનાથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ શ્રેણી રમાશે. દરમિયાન, વિકટોરિયન સરકારે કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં છૂટછાટની જાહેરાત કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાનારી ટેસ્ટ મેચમાં ૮૦ હજારથી વધુ દર્શકો મેચ નિહાળશે. અગાઉ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ માટે દરરોજ ૩૦,૦૦૦ દર્શકોને મંજૂરી આપવામાં આવી હતી. 

(3:39 pm IST)