Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

‘જેવી પ્રેક્ટિસ તેવા શોર્ટ’ :સપનું જુઓ,તેને જીઓ અને ત્યારબાદ પુરુ કરો: રિઝવાને કમાલનું કૌવત દાખવ્યું

આઈસીસીએ એક વીડિયો ટ્વિટ કર્યો :મોહમ્મદ રિઝવાન દ્વારા કાલની મેચમાં રમવામાં આવેલા જે શોર્ટ અને પ્રેક્ટિસ દરમિયાનના શોર્ટની તુલના કરી

મુંબઈ :T-20 વલ્ડ કપની શરુઆતમાં ભારટીય ટીમની કારમી હાર થઈ હતી. પાકિસ્તાનને પ્રથમ મેચમાં જ 10 વિકેટથી ભારતીય ટીમને હરાવી ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનને જીત અપાવનાર કેપ્ટન બાબર અને ઓપનર ખિલાડી રીઝવાન રહ્યા હતા. મોહમ્મદ રિઝવાને જે શોર્ટ પાછળ ખુબ જ મહેનત કરી હતી તે શોર્ટ કાલે ફટકાર્યા હતા.

આઈસીસીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં મોહમ્મદ રિઝવાન દ્વારા કાલની મેચમાં રમવામાં આવેલા જે શોર્ટ અને પ્રેક્ટિસ દરમિયાનના શોર્ટની તુલના કરવામાં આવી હતી અને તે તમામ શોર્ટ એક જેવા જ હતા. આઈસીસીએ જણાવ્યું છે કે, સપનું જુઓ, તેને જીઓ અને ત્યારબાદ પુરુ કરો. મોહમ્મદ રિઝવાનની માસ્ટર ક્લાસ ત્યારે જ શરુ થઈ ગઈ હતી જયારે એક પણ બોલ ફેંકવામાં આવી ન હતી.

ટીમ ઈન્ડિયા સામે મોહમ્મદ રિઝવાને શાનદાર રમત રમી અને તેની સાથે કેપ્ટન બાબર આઝમે પણ તેનો સાથ આપ્યો હતો. રિઝવાને ભારત સામે 55 બોલમાં 79 રનો બનાવ્યા હતા અને 6 ફોર અને 3 સિક્સર પણ ફટકારી હતી. રિઝવાનનો સ્ટ્રાઈક રેટ 143 આસપાસ રહ્યો હતો.

મોહમ્મદ રિઝવાનનો આ પ્રથમ વલ્ડકપ મેચ હતો અને આ સાથે ભારતીય ટીમ સાથે આ પહલી મેચ હતી. મેચ બાદ રિઝવાને જણાવ્યું હતું કે, ગમે લોકોએ જે પ્લાન કર્યો હતો તેને પુરો કર્યો છે. આના જ કારણે હમે આ મેચમાં જીતી શક્યા છે. મહત્વની વાત તો એ છે કે,અમે લોકોએ ભારતને પ્રથમ વખત વલ્ડ કપમાં હરાવ્યું છે.

મેચ પુરી થયા બાદ વિરાટ કોહલીએ મોહમ્મદ રિઝવાનને શુભેચ્છાઓ પાઠવી હતી જે તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ જોવા મળી રહી છે.

(8:01 pm IST)