Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

આજે રોનાલ્ડોની ઘાના સામે, નેમારની સર્બિયા સામે કસોટી

ફિફા વર્લ્ડકપમાં મંગળવારના ત્રીજા દિવસે જ અપસેટ થવાની શરૂઆત થઇ ગઇ જેમાં લિયોનેલ મેસીની આર્જૈન્ટિનાની ટીમને ૫૧મા રેન્કવાળા સાઉદી અરેબિયાઍ ૨–૧થી હરાવી દીધી ત્યારપછી હવે આજે બીજા બે સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમાર જુનિયરની આકરી કસોટી થવાની છે.ભારતીય સમય મુજબ રાતે ૯.૩૦ વાગ્યે રોનાલ્ડોની પોર્ટુગલની ટીમ આફ્રિકાની સૌથી શકિતશાળી મનાતી ટીમોમાંથી ઍક ઘાનાની ટીમ સાથે ટકકર છે. ઘાનાને પોર્ટુગલ સામે કયારેય ઇન્ટરનેશનલ મેચ જીતવા નથી મળી, પણ જેમ સાઉદીઍ અપસેટ સરજયો ઍમ આજે નવમાં ક્રમની પોર્ટુગલની ટીમ સાથે જા ૬૧મા ક્રમની ઘાનાની ટીમ જીતશે તો આ વર્લ્ડકપનો વધુ ઍક અપસેટ થયો કહેવાશેભારતીય સમય મુજબ આજે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યે નેમારની બ્રાઝિલની ટીમનો સર્બિયા સાથે મુકાબલો છે. બ્રાઝિલ વિશ્વમાં નંબર–વન છે, જયારે સર્બિયાનો ૨૧મો રેન્ક છે. પાંચ વખત વર્લ્ડકપ જીતનાર બ્રાઝિલ આજે જીતવા ફેવરિટ તો છે, પરંતુ અપસેટ સર્જવા સર્બિયા સક્ષમ તો છે જ. ચાર વર્ષ પહેલાના વર્લ્ડકપમાં બ્રાઝિલે સર્બિયાને ગ્રુપ–સ્ટેજમાં ૨–૦થી હરાવ્યુ હતુ અને સર્બિયા આજે ઍનો બદલો લેવા કોઇ કસર નહી છોડે
ઍમયુનો રોનાલ્ડો સાથેનો કરાર રદ, રૂની માટે રોનાલ્ડો જવાબદાર
મેન્ચેસ્ટર યુનાઇટેડ (ઍમયુ) ફુટબોલ કલબે પોટુર્ગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથેનો કરાર તાત્કાલિક અમલમાં આવે ઍ રીતે રદ કરી નાખ્યો છે. વર્લ્ડકપમાં રમવા જતા પહેલાના ઇન્ટરવ્યુમાં રોનાલ્ડોઍ ઍમયુ વિશે જે ટિપ્પણીઅો કરી ઍને પગલે બન્ને વચ્ચેના સંબંધો વધુ તંગ થયા હતા અને છેવટે તેમણેસંબંધોને અંત લાવી દેવા ઍકમેકને સંમતિ આપી છે. ઇંગ્લેન્ડના ફુટબોલ–લેજન્ડ વેઇન રૂનીઍ કહયુ છે. કે રોનાલ્ડોઍ ઍમયુ પર જે શાબ્દિક પ્રહારો કર્યા ઍ પછી આવુ થવાનું જ હતું, રોનાલ્ડો પાસે બીજા કોઇ વિકલ્પ જ નહોતો

 

 

(3:55 pm IST)