Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સ્પેનિશ ટીનેજર વર્લ્ડ કપના ઈતિહાસમાં પેલે પછીનો સૌથી યુવાન ગોલસ્કોરર

૧૮ વર્ષના ગાવીએ ૬૪ વર્ષનો રેકોર્ડ તોડયોઃ કોસ્ટા રિકાની પહેલી જ મેચમાં નામોશીઃ ગ્રુપ 'ઈ'માં હવે વધુ જોરદાર રસાકસી જોવા મળશે

સ્પેન સામેના ૦-૭ના પરાજયની હતાશ કોસ્ટા રિકાનો અલ્વેરો ઝમોરા (ડાબે) અને ખરાબ રીતે હાર્યા પછી સ્પેનના ખેલાડી સામે ઘૂંટણિયા ટેકવતો કોસ્ટા રિકાનો કેશર ફુલર

મેચ દરમ્યાન અનોખી હેરસ્ટાઈલમાં સ્પેનનો નિકો વિલિયમ્સ

નવી દિલ્હીઃ સ્પેનનો ૧૮ વર્ષનો ફૂટબોલર ગાવી (પુરૃં નામ પાબ્લો માર્ટિન પાએઝ ગાવિરા) કતારના ફિફા વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મેચમાં રેકોર્ડ-બુકમાં આવી ગયો હતો. તે વિશ્વકપમાં રમેલો સ્પેનનો સૌથી યુવાન ખેલાડી બન્યો જ હતો, તે વર્લ્ડ કપમાં ગોલ કરનારો છેલ્લાં ૬૪ વર્ષના ઈતિહાસનો યંગેસ્ટ ખેલાડી બન્યો છે.

૧૯૫૮માં બ્રાઝિલના પેલે પછીનો તે યંગેસ્ટ ગોલસ્કોરર બન્યો છે. પેલે ૧૯૮૫માં પહેલીવાર વર્લ્ડ કપમાં રમ્યા ત્યારે ૧૭ વર્ષના હતા. ગાવીની ઉંમર ૧૮ વર્ષ અને ૧૧૧ દિવસની છે.

ગાવીએ બુધવારે કોસ્ટા રિકા સામેની ગ્રુપ 'ઈ'ની મેચમાં આ ઐતિહાસિક ગોલ કર્યો હતો. સ્પેન કોસ્ટા રિકાને ૭-૦થી કચડી નાખ્યું હતું.

(3:46 pm IST)