Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

લાથમ (૧૪૫ રને નોટઆઉટ) અને વિલિયમ્‍સને (૯૪ રને નોટઆઉટ) જીત છીનવી લીધી : ધવન - ગીલ - ઐય્‍યરની ઈનિંગ એળે ગઈ : પ્રથમ વન-ડેમાં પરાજય

ટી-૨૦ સીરીઝ જીત્‍યા બાદ ૩ વન-ડેની સીરીઝમાં પ્રથમ વન-ડેમાં ટીમ ઈન્‍ડિયાનો પરાજય થયો છે : ન્‍યુઝીલેન્‍ડે ટોસ જીતી ભારતને દાવ આપતા ધવન ૭૨, ગીલ ૫૦, ઐય્‍યર ૮૦, સંજુ ૩૬ અને અંતિમ ઓવરોમાં વોશીંગ્‍ટન સુંદરની શાનદાર ફટકાબાજીથી ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૦૬ રન બનાવ્‍યા હતા : સાઉથી અને ફર્ગ્‍યુસનને ૩-૩ વિકેટો લીધી હતી : જવાબમાં ટીમ ઈન્‍ડિયાના બોલરોએ સારી બોલીંગ કરી હતી : ત્‍યારબાદ આપણા બોલરો ભારે ધોવાયા હતા : અર્શદીપ અને ઉમરાન મલિકને વન-ડે કેપ મળી હતી : મલિકે ૨ વિકેટો લીધી હતી : ન્‍યુઝીલેન્‍ડની જીતમાં ખાસ કરીને ટોમ લાથમની મહત્‍વની ઈનિંગ જોવા મળી હતી : તેણે માત્ર ૧૦૪ બોલમાં ૧૯ ચોગ્‍ગા અને ૫ છગ્‍ગાની મદદથી ૧૪૫ રને નોટઆઉટ રહ્યો હતો : જયારે કેપ્‍ટન વિલિયમ્‍સને પણ ૯૮ બોલમાં ૭ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગાની મદદથી ૯૪ રને નોટઆઉટ રહ્યો હતો. હવે બીજો મુકાબલો ૩૦મીના બુધવારે રમાશે

(4:10 pm IST)