Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અશ્વિન- અક્ષરે ૨૦માંથી ૧૮ વિકેટ ખેડવીઃ રોહિતના ૪૬ ટકા રન

પોણા બે દિવસની રમતમાં ૨૦ વિકેટો પડી મેચમાં સ્પિનરોનો દબદબો : મેચમાં અક્ષર પટેલ (મેન ઓફ ધ મેચ)ને કુલ ૧૧ અને અશ્વિનને ૭ વિકેટોઃ સિરીઝમાં ૨-૧ની લીડઃ ૪ માર્ચથી અંતિમ ટેસ્ટ

અમદાવાદઃ ડે એન્ડ નાઈટ ટેસ્ટ માત્ર પોણા બે દિવસમાં પૂર્ણ થઈ ગયો છે. મેચમાં સ્પિનરોનો દબદબો રહયો. અશ્વિન અને અક્ષરની જોડીએ ઈંગ્લેન્ડની ટીમની ૨૦માંથી ૧૮ વિકેટો ખેડવી હતી. તો સમગ્ર મેચમાં રોહિત શર્માએ એકલાએ ૪૬ રન બનાવ્યા હતા. મેચ દરમ્યાન મેન ઓફ ધ મેચ બનેલ અક્ષર પટેલે કુલ ૧૧ અને અશ્વિને કુલ ૭ વિકેટો ઝડપી હતી. ચાર મેચોની સિરીઝમાં ભારતને ૨-૧થી લીડ મળી છે. અંતિમ મુકાબલો તા.૪ માર્ચથી રમાશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે મેચનાં બીજા જ દિવસે જીત હાંસલ કરી લીધી છે. આ મેચ તેની પીચનાં અલગ સ્વભાવને લીધે ખૂબ ચર્ચમાં રહી હતી. બે દિવસ ચાલેલી આ ટેસ્ટમાં બેટ્સમેન કરતા સ્પિનર્સને વધારે ફાવટ જોવા મળી હતી.

ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરનાર ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં ફકત ૧૧૨ રન બનાવી શકી. જેનાં જવાબમાં ભારતની ટીમ પણ કંઈ ખાસ કમાલ ના કરી શકી અને ૧૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતને નજીવી ૩૩ રનની લીડ પ્રાપ્ત થઈ હતી. પણ જ્યારે ઈંગ્લેન્ડની ટીમ તેની બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરી ત્યારે તેનાં કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી નહોતા શક્યા અને ફકત ૮૧ રનમાં ઈંગ્લેન્ડની પૂરી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં અક્ષર પટેલે ૬ વિકેટ ખેરવીને તેમની કમર તોડી નાંખી હતી જ્યારે બીજી તરફ અશ્વિને ૩ વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં અક્ષર પટેલે ફરી તેની ફિરકીનો જાદુ ચલાવ્યો અને પાંચ વિકેટ લઈ લીધી અને અશ્વીને ૪ વિકેટ લીધી હતી

પિન્ક બોલની ડે નાઈટ ટેસ્ટ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમનાં બેટ્સમેન રન બનાવવા માટે ફાંફા મારી રહ્યાં હતા. સ્પિનર માટે મદદગાર પીચને લીધે બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ કંગાળ રહ્યું અને બંને ઈનિંગ્સમાં ફાસ્ટ બોલર્સ માટે કરવા માટે કશું રહ્યું નહોતુ જેથી ભારતે પહેલી ઈનિંગમાં જ ઈશાંત શર્માને બોલિંગ કરાવી.હતી

પિન્ક બોલ ટેસ્ટ દ્વારા અક્ષર પટેલ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરી રહ્યો હતો અને તેની ડેબ્યુ મેચમાં અક્ષરે ૧૧ વિકેટ ઝડપી લીધી. તેમજ રવિચંદ્રન અશ્વિને પણ તેનાં કરિયરની ૪૦૦ વિકેટ પૂરી કરીને ભારતનો ૪૦૦ વિકેટ ઝડપનાર તે ત્રીજો સ્પિનર બની ગયો છે.

(11:27 am IST)
  • કચ્છના ભુજની રાવલ વાડી પોસ્ટ ઓફીસમાં લાખો રૂપીયાની ઉચાપત પ્રકરણમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરના પતિ સચીન ઠકકરની ધરપકડ access_time 4:24 pm IST

  • કોરોનાના વધતા કેસથી યુપી અને ઓરિસ્સા સરકાર એલર્ટ : અન્ય રાજ્યોમાંથી આવનાર માટે ક્વોરેન્ટાઇન અનિવાર્ય : ઓરિસામાં હવે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ , પંજાબ, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક,અને આંધ્રપ્રદેશથી આવનારા લોકોને 7 દિવસ હોમ આઇસોલેશન ફરજીયાત કરાયું access_time 12:44 am IST

  • હવે શિવરાજસિંહ ચૌહાણે પણ આપી ચેતવણી : કહ્યું કોરોના સંકટ ટળ્યું નથી : સુરક્ષાના ઉપાયો અપનાવો નહીંતર લોકોડાઉન જેવા પગલાં લેવા પડશે :મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ ફેલાતું અટકવવા લોકોને સહયોગ આપવા અને સાવધાની રાખવા અપીલ કરી access_time 1:10 am IST